Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ શહેર તાલુકામાં મુસ્લિમ બિરાદરો પવિત્ર રમજાન ઈદની ભવ્ય અને શાનદાર રીતે ઉજવણી

મુસ્લિમ બિરાદરના પવિત્ર રમજાન માસના ઈદ ઉલ ફીત્ર સંધ્યાએ ચાંદ દેખાતા મુસ્લિમ બિરાદરોમાં ખુશાલી ફેલાઈ ગઈ હતી

ડભોઇ શહેર તાલુકામાં મુસ્લિમ બિરાદરો પવિત્ર રમજાન ઈદની ભવ્ય અને શાનદાર રીતે ઉજવણી કરી ઈદ-ઉલ-ફિત્ર વાજીબ નમાજ ઇદગાહ મેદાન સહિત વિવિધ મસ્જિદોમાં અદા કરવામાં આવી હતી અને એકબીજાને ભેટી ઈદ મુબારક પાઠવવામાં આવી હતી…
ઈદના આગમન સાથે મુસ્લિમ બિરાદારો રમજાન માસની વિદાય બાદ ઉજવાતા તહેવાર ઈદ ઉલ ફીત્ર પર્વ નિમિત્તે મુસ્લિમ વિસ્તારમાં ઉજવણી માટે પૂર્વ રાત્રીના જબરજસ્ત લોકોમાં ઉત્સાહ જોવા મળતો હતો પવિત્ર રમજાન માસમાં એક મહિનાના રોજા નમાજ તરાહવી અને કુરાન તિલાવત સાથે યતિમ વિધવા તેમજ આર્થિક પરિસ્થિતિ નબળી વાળાઓને ઈદના પવિત્ર પર્વની ખુશીમાં સામેલ કરવા જકાત ખેરાતની મદદ સાથે પવિત્ર માસ પસાર કર્યા બાદ રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરીને નમાજ પઢવા માટે સવારે ઇદગાહ મેદાન સહિત વિવિધ મસ્જિદોમાં લોક સમુદાય ઉમટી પડ્યો હતો.

ઇદની નમાજ ઇદગાહ મેદાન ખાતે સવારે 8, 30 કલાકે મૌલાના અનવર અશરફી દ્વારા પઢાવવા મા આવી હતી. આ પ્રસંગે મૌલાના અનવર અશરફી એ માનવ જીવનમાં એકબીજાની મદદ કરવી આપના બાજુનો પડોશી કોઈપણ સમાજનો હોય એ જો તકલીફમાં હોય કે ભૂખ્યો હોય તો ઇસ્લામમાં પ્રથમ તેઓને મદદ કરવી જરૂરી છે. શાંતિમય જિંદગી માનવીએ કેવી રીતના જીવી તે મુજબ જણાવી દેશમાં ભાઈ ચારા અને અમન ચમન રહે અને આપનો દેશ ભારત સમુદ્ર બને તેવી દુઆ ગુજારવામાં આવી હતી.કસ્બા જુમ્મા મસ્જિદમા મૌલાના હાજી મુસ્તુફા દ્વારા. બિલાલ મસ્જિદમાં મૌલાના સૈયદ સફરૂદિન હાસમી દ્વારા કાજીવાડા મસ્જિદ સ્ટેશન રોડ છીપવાડ કાજી ની મસ્જિદ તળાવપુરા હૈદરી મસ્જિદ હાજી ગુલામનબી દ્વારા સોમેશ્વર પાકૅ મસ્જિદ ખાટકી વાડ ઓલિયા મસ્જિદ ઇમરાન અંતારી દ્વારા નવાપુરા મસ્જિદમાં મૌલાના સદ્દામ હુસેન મન્સૂરી દ્વારા સુંદરકુવા મદીના મસ્જિદ પાંજણીગરા મસ્જિદ સ્ટેશન રોડ હજરત મહેમુદ મિયા દ્વારા. દાયરા મસ્જિદ હઝરત આફતાબ મિયા. બડવાળી મસ્જિદ. મિનારા મસ્જિદ. ફરાહ મસ્જિદ. વિગેરે મસ્જિદોમાં તેમજ તાલુકા ની મસ્જિદોમાં પણ ઈદ-ઉલ ફિત્ર ઇદની નમાજ શાંતિમય વાતાવરણમાં અદા કરવામાં આવી હતી અને હિન્દુ મુસ્લિમ દ્વારા એકબીજાને ઈદ મુબારક પાઠવી શુભેચ્છાઓ પાઠવી હતી. ઈદના પવિત્ર પ્રસંગ અંગે ડભોઇ પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો…

Related posts

વડોદરા શહેરમાં જાહેર જુગાર સામે PCB પોલીસની કડક કાર્યવાહી, પાંચ ઇસમો ઝડપાયા

admin

સાવલીના કે.જે.કેમ્પસમાં વર્લ્ડસ્કિલયુથ ડે ની ઉજવણી કરાઈ

admin

વડોદરા શહેર પોલીસ દ્વારા બ્રિજના બંને બાજુએ બેરીગેટ મૂકીને અવરજવર બંધ કરી દેવામાં આવી હતી

admin

Leave a Comment