Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પોલીસ પર મારપીટના આક્ષેપનો વીડિયો વાયરલ થતાં પોલીસ કમિશનરને લેખિત અરજી આપી નિષ્પક્ષ તપાસની માંગ

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં બનેલી એક ઘટના હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. ઘટનાનો એક વીડિયો વાયરલ થતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

વાયરલ વીડિયોમાં કેટલાક યુવાનો પર પોલીસ દ્વારા મારપીટ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. યુવાનોનું કહેવું છે કે આ ઘટના માંજલપુર પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.

આ સમગ્ર મામલે યુવાનો દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનરને લેખિત અરજી આપી નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે. સાથે જ જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

યુવાનોના આક્ષેપ મુજબ, પોલીસ કર્મચારીઓએ તેમના સાથે ગાળાગાળી કરી અને “તમે યુપીના છો તો યુપીમાં જઈને કામ કરો” જેવા શબ્દો પણ કહ્યા હોવાનું જણાવાયું છે.

વિડિયો વાયરલ થતાં શહેરમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. હાલ આ મામલે પોલીસ તરફથી શું સ્પષ્ટતા કરવામાં આવે છે અને તપાસમાં શું સામે આવે છે તે જોવું રહ્યું.

તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની સચ્ચાઈ બહાર આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.

Related posts

વડોદરા શહેરમાં રોડ સેફટી ડીલીનેટર બન્યા મુશ્કેલીનું કારણ સોમા તળાવ ચાર રસ્તા પર અવ્યવસ્થા

admin

વડોદરાના અલકપુરીની જ્વેલરી શોપમાં ગ્રાહકના સ્વાંગમાં સોનાની બંગડીઓની ચોરી કરનાર મહિલા ઝડપાઈ

admin

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનના પગલે વડોદરા કોર્પોરેશન તૈયારીમાં જોતરાઈ ગયું

admin

Leave a Comment