32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા ગણેશ ઉત્સવ સેવા ટ્રસ્ટનો મહત્વપૂર્ણ નિર્ણય, ચૂંટણીમાં મુદ્દા આધારિત સપોર્ટની જાહેરાત

વડોદરામાં વડોદરા ગણેશ ઉત્સવ સેવા ટ્રસ્ટ દ્વારા આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રસ્ટે જાહેરાત કરી છે કે ગણેશ ઉત્સવ સહિત હિંદુ તહેવારો દરમિયાન પડતી તકલીફોને લઈ અવાજ ઉઠાવનાર ઉમેદવારોને સમર્થન આપવામાં આવશે.

ટ્રસ્ટના જણાવ્યા મુજબ, જે કોઈ ઉમેદવાર—તે ભારતીય જનતા પાર્ટી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અથવા અપક્ષ—હિંદુ તહેવારો સંબંધિત પ્રશ્નો ઉકેલવા પ્રતિબદ્ધ હશે, તેમને તન-મન-ધનથી સપોર્ટ કરવામાં આવશે.

આ નિર્ણય દ્વારા ટ્રસ્ટે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે રાજકીય પક્ષ કરતાં મુદ્દા અને સમાજહિતને પ્રાથમિકતા આપવામાં આવશે.

આ જાહેરાત બાદ સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે અને આવનારી ચૂંટણીમાં આ નિર્ણય કેટલો અસરકારક સાબિત થાય છે તે જોવાનું રહ્યું.

Related posts

વડોદરા એસ.ઓ.જી.ની સફળ કામગીરી : એમ.ડી. ડ્રગ્સ કેસમાં વોન્ટેડ નીલોફર સલમાની ઝડપાઈ

admin

પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવારે વડોદરાના હરણી સ્થિત મોટનાથ મહાદેવના મંદિરે ભક્તોની ભીડ

admin

વર્ષો પહેલાં તૈયાર થયેલા જાહેર શૌચાલયોને બંધ હાલતમાં રાખી નવા શૌચાલયોને બનાવવાની દોડધામ

admin

Leave a Comment