Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઈ-ગોજાલી ઓવરબ્રિજ બન્યાને ૨ વર્ષ થયા, છતાં ડાયવર્ઝન’ અને ‘પ્રતિબંધ’ના બોર્ડ હજુ કેમ યથાવત

ડભોઈના તરસાણા ચોકડી પાસે સ્ટેટ હાઈવે વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. ડભોઈથી ગોજાલી પાસે નવો ઓવરબ્રિજ બનીને કાર્યરત થયાને બે વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં, હજુ પણ રસ્તા પર જૂના ડાયવર્ઝન અને ભારે વાહન પ્રતિબંધના બોર્ડ યથાવત જોવા મળી રહ્યા છે.
​મુખ્ય મુદ્દાઓ જે પરેશાની ઉભી કરી રહ્યા છે:

​જૂના બોર્ડનો ભ્રમ: ગોજાલી પાસે ઓવરબ્રિજ તૈયાર છે, છતાં રસ્તા પર એવા બોર્ડ લગાવેલા છે કે “આગળ ઢાઢર નદીના પુલનું કામ ચાલુ હોવાથી ભારે વાહનો માટે પ્રતિબંધ છે ખોટું ડાયવર્ઝન: વાઘોડિયા જવા માટે હજુ પણ “ગોલાગામડા થી ખેરવાડી થઈને જવું” તેવા જૂના ડાયવર્ઝનના બોર્ડ વટેમાર્ગુઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે વાહનચાલકોની હાલાકી: સ્થાનિકો તો રસ્તાથી વાકેફ છે, પરંતુ બહારથી આવતા વાહનચાલકો આ બોર્ડ વાંચીને મુંઝવણમાં મુકાય છે અને ખોટા લાંબા રસ્તે ફંટાઈ જાય છે તંત્રની નિષ્ક્રિયતા: બ્રિજ બન્યાને ૨૪ મહિના વીતી ગયા છતાં સ્ટેટ હાઈવેના અધિકારીઓની નજર આ બોર્ડ પર કેમ નથી પડી? શું અધિકારીઓ કોઈ મોટી દુર્ઘટના કે લોકોના રોષની રાહ જોઈ રહ્યા છે?
​સ્થાનિકોનો સવાલ: “જ્યારે સુવિધા તૈયાર થઈ ગઈ છે, તો પછી લોકોને હેરાન કરતા આ પ્રતિબંધિત બોર્ડ હટાવવામાં આટલી આળસ કેમ? શું સરકારી કાગળો પર હજુ પણ કામ ચાલુ બતાવવામાં આવી રહ્યું છેહવે જોવાનું એ રહે છે કે આ સમાચાર પ્રસિદ્ધ થયા બાદ સ્ટેટ હાઈવે વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાંથી જાગીને આ બોર્ડ હટાવે છે કે પછી જનતાએ હજુ પણ પરેશાન થવું પડશે.

Related posts

વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા થી એરપોર્ટ જતા મુખ્ય રોડ ઊંડો ભુવો પડ્યો

admin

ધોરણ 12 પુરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળતા ભારે આક્રોશ સાથે આવેદનપત્ર આપ્યું

admin

વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં વર્ષોથી અડીખમ જુનું વૃક્ષ ધરાશાયી થયું

admin

Leave a Comment