27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા થી એરપોર્ટ જતા મુખ્ય રોડ ઊંડો ભુવો પડ્યો

આ મુખ્ય રોડ પર ટૂંક સમય પહેલા જ લાખો રૂપિયા થી ડ્રેનેજ લાઈન ની કામગીરી કરવામાં આવી હતી પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રેનેજ લાઈન નાખ્યા બાદ વ્યવસ્થિત પુરાણ નહીં કરતા આ રોડ પર અનેક જગ્યાએ ખાડા ટેકરા અને થઈ ગયા છે આખો રોડ ખાડા ટેકરા વાળો બની ગયો છે ડ્રેનેજ લાઈનની કામગીરી કરી તે મુખ્ય રોડ પર જ માનનીય ધારાસભ્ય શ્રી મનીષાબેન વકીલની ઓફિસ આવેલી છે અને તેમના જ ઓફિસની બહાર જ ભુવો પડ્યો છે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓના સુપરવિઝનના અભાવના કારણે કોન્ટ્રાક્ટરો દ્વારા કામોમાં ગેરરીતિ આચરવામાં આવે છે અને જે રીતે કામગીરી પૂર્ણ કરી પુરાણ કરવાનું હોય તેવી રીતે પુરાણ કરતા નથી જેના કારણે વડોદરા શહેરમાં ભૂવા પડે છે ત્યારે જ વડોદરા શહેરને ભુવા નગરી ઉપનામ મળ્યું છે ટૂંક સમય પહેલા જ વડોદરા શહેરના વુડા સર્કલ ખાતે મસ મોટો ભુવો પડ્યો હતો હાલમાં પણ આ ભુવાનું રીપેરીંગ કામ કરવામાં આવી રહ્યું નથી આ રોડ વીઆઇપી રોડ હોય અને નાગરિકો માટે પણ મુખ્ય રોડ હોય અવરજવરની તકલીફો પડી રહી છે વડોદરા મહાનગરપાલિકાના શાસનમાં બેઠેલા સત્તાધીશો દ્વારા આવા કોન્ટ્રાક્ટરો સામે પગલાં ભરવા જોઈએ અને અન્ય કામગીરી ના વર્ક ઓર્ડર પણ આપવા જોઈએ નહીં તેવું સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા જણાવવામાં આવ્યું હતું

Related posts

માંજલપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય યોગેશ પટેલના જન્મદિવસ નિમિત્તે જાગનાથ મહાદેવના દર્શને

admin

ચિક્કાર દારૂ ઢીંચી કાર ચલાવનાર અને અકસ્માત સર્જનાર નશેબાજ નાયબ મામલતદારને સસ્પેન્ડ

admin

ડભોઇ નગરમાં પાણીજન્ય રોગ ચાળાનો વકરતો વાવર

admin

Leave a Comment