છેલ્લા ચાર દિવસથી રહીશો તંત્રના પાપે ભોગી રહ્યા છે હાલાકી
શાસકો ઠાલા વચનો આપી બેઠકો કરી કામગીરી નહીં કરતા હોવાના રહીશોના આક્ષેપ
છેલ્લા દસ વર્ષથી રહીશો ભોગવી રહ્યા છે હાલાકી
બાળકોનું બગડી રહ્યું છે ભણતર
સમગ્ર શહેરમાંથી પાણી ઉતર્યા પરંતુ પ્રથમ રેસીડેન્સી હાલમાં પણ પાણીમાં
દૂધ શાકભાજી સહિતના જીવન જરૂરી ચીજ વસ્તુ લેવા સોસાયટીના સભ્ય એ ટ્રેક્ટરની કરી વ્યવસ્થા
લોકોને બહાર જવામાં પણ પડી રહી છે પારાવાર મુશ્કેલીઓ
કોર્પોરેશન દ્વારા પાણીના નિકાલ માટે મૂકવામાં આવેલ પંપીગ પણ બંધ
લોકોમાં કોર્પોરેશનના તંત્ર સામે બારોબાર રોષ
જો વરસાદી પાણીની સમસ્યા હાલ નહીં થાય તો હાઇવે જામ કરવાની સ્થાનિકોની ચીમકી

