33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ચકલી સંરક્ષણ માટે અભિયાન ઉનાળામાં પક્ષીઓને પાણી ઉપલબ્ધ કરાવવા પ્રયાસ

ડભોઇ નગરમાં World Sparrow Day (વિશ્વ ચકલી દિવસ) નિમિત્તે ભાજપ યુવા મોરચા તથા તાલુકા-નગર ભાજપ સંગઠન દ્વારા પક્ષી સંરક્ષણ માટે અનોખી પહેલ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું

ડભોઇ APMCના મેદાન ખાતે યોજાયો હતો, જ્યાં ઉનાળાની કડકડતી ગરમીમાં પક્ષીઓને પાણીની અછત ન રહે તે હેતુસર આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ચકલી સહિત નાના પક્ષીઓને સરળતાથી પાણી ઉપલબ્ધ કરાવવાનો હતો.આ કાર્યક્રમ દ્વારા નાગરિકોને પોતાના ઘરઆંગણે, ગેલેરીમાં અથવા આસપાસના વિસ્તારોમાં પાણીના કુંડા મૂકવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા, જેથી ચકલી સહિતના પક્ષીઓનું સંરક્ષણ થઈ શકે. આ અભિયાનને સ્થાનિક કાર્યકરો અને નાગરિકોમાંથી સારો પ્રતિસાદ મળ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. બી.જે. બ્રહ્મભટ્ટ, નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ
કિરીટ વસાવા શહીદભાઈ લોટવાળા સહિત ભાજપના કાર્યકરો અને નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.ચકલી કેમ લુપ્ત થતી જાય છે? ચકલી (હાઉસ સ્પેરો) એક સમયે દરેક ઘરઆંગણે જોવા મળતો સામાન્ય પક્ષી હતો, પરંતુ આજે તેની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. તેના મુખ્ય કારણો નીચે મુજબ છે મોબાઇલ ટાવર રેડિએશન: ટાવરથી નીકળતા તરંગો ચકલીઓના નેવિગેશન અને પ્રજનન પર અસર કરે છે આધુનિક બિલ્ડિંગ્સ: જૂના મકાનોમાં રહેઠાણ માટે જગ્યા મળતી હતી, જ્યારે નવા બંધ મકાનોમાં ગૂંથ બાંધવા જગ્યા નથી.ખોરાકની અછત: કીટનાશકોના વધતા ઉપયોગથી નાના જીવજંતુઓ ઘટી રહ્યા છે, જે ચકલીનો મુખ્ય આહાર છે.
પ્રદૂષણ: હવા અને અવાજ પ્રદૂષણથી પણ પક્ષીઓ પર પ્રતિકૂળ અસર પડે છે પાણીની તંગી: ખાસ કરીને ઉનાળામાં પાણી ન મળવાથી ઘણા પક્ષીઓ જીવતા નથી રહેતા. શું કરી શકાય ઘરઆંગણે પાણીના કુંડા અને દાણા મૂકવાગૂંથ માટે નાના બોક્સ (Nest Box) લગાવવાઝાડ-વૃક્ષોનું સંરક્ષણ કરવું
કીટનાશકોનો ઓછો ઉપયોગ કરવો

Related posts

ચિત્તપાવન બ્રાહ્મણ સંઘ, વડોદરાનો સુવર્ણ મહોત્સવ વર્ષના ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો

admin

વડોદરા શહેર ની દિવાળી પુરા નવીન કલેકટર કચેરી ખાતે સંકલન બેઠક મળી

admin

વડોદરાના સુરસાગર કિનારે આવેલ શ્રી હઠીલા હનુમાનજી મંદિરે 1001 બિસ્કીટના હિંડોળા કરવામાં આવ્યા

admin

Leave a Comment