43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઈ સીમલીયા પાસે નર્મદા માઇનોર કેનાલ બેકાબૂ, પાણી અટકતાં ખેડૂતોમાં રોષ

ડભોઇ સીમલીયા વસાહત પાસે નર્મદા માઇનોર કેનાલની બદતર હાલત, ખેડૂતોમાં ભારે રોષ અધિકારીઓના સફાઈ’ના દાવા પોકળ: ગાંડા બાવળ અને જંગલી વનસ્પતિને કારણે પાણી અવરોધાયું

ડભોઇ એક તરફ સરકાર અને નર્મદા નિગમના અધિકારીઓ કેનાલોની સાફ-સફાઈના મોટા-મોટા દાવાઓ કરી રહ્યા છે, ત્યારે ડભોઇ તાલુકાના સીમલીયા વસાહત પાસેથી પસાર થતી નર્મદા માઇનોર કેનાલની સ્થિતિ કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. અહીં કેનાલમાં ‘જાડી-ઝાખરા’નું સામ્રાજ્ય એટલું વધી ગયું છે કે કેનાલ શોધવી પણ મુશ્કેલ બની ગઈ છે​ વનસ્પતિનું સામ્રાજ્ય: કેનાલમાં ઉગી નીકળેલા ગાંડા બાવળ અને જંગલી વેલાઓને કારણે પાણીનો પ્રવાહ સાવ અટકી ગયો છે.

​પાણીનો અભાવ: ઉનાળુ પાક લેવાની તૈયારીમાં રહેલા ખેડૂતોને પાણી મળતું નથી. કેનાલ સાફ ન હોવાને કારણે છેવાડાના ખેતરો સુધી પાણી પહોંચતું જ નથી ખેડૂતોની ચિંતા: મોંઘા બિયારણ અને ખાતર નાખીને તૈયાર કરેલો પાક હવે પાણી વિના મુરઝાઈ રહ્યો છે. જો સમયસર પાણી નહીં મળે તો ખેડૂતોને આર્થિક પાયમાલીનો સામનો કરવો પડશે.
​”કેનાલ દેખાતી જ નથી, માત્ર ઝાડીઓ દેખાય છે. અધિકારીઓ કહે છે કે સફાઈ થઈ ગઈ, પણ અહીં તો પાણી આગળ વધતું જ નથી. અમારો પાક બચાવવો હવે ભગવાન ભરોસે છેખેડૂતોની માંગ ડભોઇના સીમલીયા ગામના ખેડૂતોની એક જ માંગ છે કે નર્મદા નિગમના અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાંથી જાગે અને વહેલી તકે આ કેનાલની યુદ્ધના ધોરણે સફાઈ કરાવે. જો કેનાલ સાફ કરવામાં નહીં આવે અને પાણી આગળ નહીં પહોંચે, તો આગામી દિવસોમાં ખેડૂતો પાક નિષ્ફળ જાય તેવી ખેડૂતોમાં ચિંતા વધી રહી છે વહેલી તકે નર્મદા નિગમના અધિકારીઓ જાગે અને સાફ-સફાઈ કરાવ અને પાણી પહોંચતું કરે એવી માંગ ઉઠવા પામી છે

Related posts

ડભોઇ વિસ્તારમાં વરસાદે વિરામ લેતા ખેડૂતો ચિંતામાં મુકાયા

admin

દયાળભાઉના ખાંચામાં શ્રીજી ઉત્સવ નિમિત્તે 56 ભોગ સહિત વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું

admin

નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા ડભોઇ દ્વારા થેલેસેમિયા ટેસ્ટ કેમ્પનું આયોજન

admin

Leave a Comment