Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઈ તાલુકામાં આંગણવાડી બહેનોને રખડતા કૂતરાનો સર્વે સોંપવાની તૈયારી, વિરોધ ઉગ્ર

ડભોઇ એન તાલુકામાં આંગણવાડી બહેનોને રખડતા કુતરા ના સર્વે કરવાની જવાબદારી સોપવાની શક્યતાઓ છે સુપ્રીમ કોર્ટના આદેશને પગલે રખડતાં કૂતરાની સમસ્યા હલ કરવા ગુજરાત સરકાર સક્રિય બની છે

ડભોઈ એન તાલુકામાં તલાટી-શિક્ષકોના ઈનકાર બાદ હવે આંગણવાડી બહેનોને રખડતાં કૂતરા ગણવાની કામગીરી થોપાઈ શકે છે સુપ્રીમ કોર્ટના આદેશને પગલે રખડતાં કૂતરાની સમસ્યા હલ કરવા ગુજરાત સરકાર સક્રિય બની છે ત્યારે ફરી રખડતા કૂતરા ગણવાની જવાબદારી આંગણવાડી બહેનોના માથે થોપી દેવાઈ શકે છે.હવે જાહેર સ્થળોએ રખડતાં કૂતરાની ગણતરી કરીને આંગણવાડી બહેનોએ સમગ્ર રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે. શાળા, એસટી સ્ટેશન, ધાર્મિક સ્થળો, ગાર્ડનની આસપાસ રખડતાં કૂતરાંઓ ગણવા પડશે છેલ્લા કેટલાય વખતથી આંગણવાડી બહેનો સરકાર સામે લડત લડી રહી છે. તેમનું કહેવું છે કે, પગાર વધારો કરાતો નથી પણ કામનું ભારણ વધી રહ્યું છે. એક પછી એક કામ થોપી દેવામાં આવી રહ્યું છે.

અગાઉ રખડતા કૂતરાઓની ગણતરી કરવાનું કામ તલાટીઓને સોંપાયું હતું પણ હડતાલ પાડવાની ચિમકી આપતાં સરકારે બેકફુટ પર આવવું પડયું હતું. આ જ પ્રમાણે, શિક્ષકોને પણ આ કામગીરી સોંપાઈ હતી ત્યારે ભારે વિરોધ થતાં સરકારે પરિપત્ર પરત લેવા મજબૂર થવું પડયુંહતું.પગાર વધારાના બદલે કામનું ભારણ વધતા વિરોધ પ્રદર્શન છેલ્લા ત્રણેક દિવસથી આંગણવાડી બહેનોએ હડતાળ પાડી છે. કામથી અળગા રહીને જિલ્લા મથકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. ગુજરાત આંગણવાડી કર્મચારી મંડળે આક્ષેપ કર્યો છે કે, હવે સરકારે એવું આંગણવાડી બહેનોને રખડતા કૂતરા ગણવાનું કામ સોંપ્યું છે. એવો પરિપત્ર કરાયો છે કે, આંગણવાડી બહેનોએ શાળા, કોલેજો, રેલ્વે સ્ટેશન, એસટી સ્ટેશન, ધાર્મિક સ્થળો, બાગ બગીચા, કમ્યુનિટી હોલ, વારીગૃહ, ગોડાઉન, આઈટીઆઈ જેવા સ્થળોની આસપાસ રખડતાં કૂતરાઓની ગણતરી કરવાની રહેશે. અને તાલુકા પશુચિકિત્સા અધિકારીને રિપોર્ટ સુપરત કરવાનો કામગીરી સોપાઈ શકે છે આમ, સરકારને આંગણવાડી બહેનોને પગાર વધારો આપવો નથી પણ કામનો વધારો કરવો છે.

Related posts

વડોદરા શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા દસમા ચાંદે તાજીયાને વિસર્જન કરી ઠંડા કરવામાં આવી રહ્યા છે

admin

કેટરિંગના કામકાજ બાબતે યુવક અને મહિલા વચ્ચે નંબરની આપ-લે થઈ ખોટી ઓળખ આપીને મહિલા પર દુષ્કર્મ આચર્યું

admin

શિયાળાની ઠંડીનું આગમન થતાની સાથે જ ડભોઇ બજારોમાં વસાણાની ચીજવસ્તુઓની માંગ વધી

admin

Leave a Comment