27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
ડભોઈવડોદરાવડોદરા જિલ્લો

ડભોઈ સનોર-નાના કરાડા રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારની ગંધ, આઝાદી પછી પહેલીવાર બનેલો રસ્તો એક જ વર્ષમાં બિસ્માર

ડભોઈ તાલુકાના સનોર ગામે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) ની ઘોર બેદરકારી સામે આવી છે. સનોરથી નાના કરાડાને જોડતા કરોડોના ખર્ચે બનેલા નવા માર્ગની કામગીરી છેલ્લા એક વર્ષથી અધવચ્ચે અટકી પડતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નવાઈની વાત એ છે કે, આઝાદીના દાયકાઓ બાદ આ વિસ્તારમાં પહેલીવાર પાકો રસ્તો બની રહ્યો હતો, પરંતુ તંત્રની નિષ્કાળજીએ ગ્રામજનોની ખુશીને ક્ષણિક બનાવી દીધી છે.

​મુખ્ય સમસ્યાઓ અને ગ્રામજનોના આક્ષેપો:
​કામગીરીમાં ભ્રષ્ટાચાર: ગ્રામજનોનો આક્ષેપ છે કે રોડના નિર્માણમાં હલકી ગુણવત્તાનું મટિરિયલ વપરાયું છે. રોડ પર ઠેર-ઠેર ખાડા પડી ગયા છે અને સાઈડ સોલ્ડરિંગની કામગીરી પણ અધૂરી છોડી દેવામાં આવી છે.
​પ્રોટેક્શન વોલનું ધોવાણ: રસ્તા પર બનાવેલા નાળાની સુરક્ષા માટે તૈયાર કરાયેલી પ્રોટેક્શન વોલ પહેલા જ વરસાદમાં પત્તાની માફક ધરાશાયી થઈ ગઈ છે, જે કામગીરીની નબળી ગુણવત્તાની ચાડી ખાય છે.સુરક્ષાનો અભાવ: રસ્તા પર કોઈ પણ પ્રકારના સૂચના બોર્ડ કે રેલિંગ લગાવવામાં આવી નથી, જેના કારણે અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે.
​તંત્રની ઉદાસીનતા: છેલ્લા એક વર્ષથી ગ્રામજનો સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ સંતોષકારક જવાબ આપવાને બદલે ઉડાઉ જવાબો આપી રહ્યા છે.આઝાદી પછી પહેલીવાર અમારા ગામને પાકો રસ્તો નસીબ થયો હતો, પણ ભ્રષ્ટાચારને કારણે આ રસ્તો બનતાની સાથે જ તૂટી ગયો છે. અધિકારીઓ અમારી વાત સાંભળવા તૈયાર નથી.સ્થાનિક ગ્રામજન વિકાસના નામે માત્ર પોકળ દાવા સરકાર એક તરફ છેવાડાના ગામડાઓને કનેક્ટિવિટી આપવાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ ડભોઈના સનોર મુકામે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતને કારણે કરોડો રૂપિયાનું આંધણ થયું હોય તેમ જણાય છે. એક વર્ષથી બંધ પડેલી કામગીરી ક્યારે શરૂ થશે અને જવાબદારો સામે ક્યારે પગલાં લેવાશે તે હવે મોટો પ્રશ્ન છે.

Related posts

ડભોઇ નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા -2024” અંતર્ગત ડભોઇ નગરમાં સાયકલ-બાઈક રેલી યોજાઈ.

admin

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ

admin

પાલિકાના કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવેલ કામ પર ઉઠાવ્યા સવાલ

admin

Leave a Comment