વડોદરા શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કામગીરીના કારણે અકોટા બ્રિજ બંધ રહેશે. આગામી 27 માર્ચથી 8 એપ્રિલ સુધી સંપૂર્ણપણે બંધ રહેશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામને કારણે વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર અને હાઈસ્પીડ રેલ કોર્પોરેશને વાહનચાલકોને અપીલ કરી છે કે આ સમયગાળા દરમિયાન અકોટા બ્રિજના સ્થાને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો. જેમાં અકોટા બ્રિજ બંધ રહેતા વાહનચાલકોને જેતલપુર બ્રિજ, જેતલપુર અંડરપાસ, વિશ્વામિત્રી બ્રિજનો ઉપયોગ કરવા જમાવવામાં આવ્યું છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કામગીરી દરમ્યાન કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થતા સોલર પેનલ અકોટા બ્રિજને ચાલુ કરવામાં આવશે.

