જન્માષ્ટમી ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના બજારમાં કૃષ્ણ ભગવાન માટે વિવિધ શણગાર ની ખરીદી કરતા જોવા મળ્યા…
શાસ્ત્રો અનુસાર,આ દિવસે ભગવાન વિષ્ણુના અવતાર કૃષ્ણએ જન્મ લીધો હતો.આ દિવસે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર ખાસ કરીને મથુરા અને વૃંદાવનમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ વખતે મથુરા-વૃંદાવનમાં કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર 2 દિવસ સુધી મનાવવામાં આવશે. ચાલો જાણીએ કે મથુરા-વૃંદાવનમાં જન્માષ્ટમીનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે… શાસ્ત્રો અનુસાર કૃષ્ણનો જન્મ 5251 વર્ષ પહેલા થયો હતો. ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના રોજ રોહિણા નક્ષત્રની મધ્યરાત્રિએ કંસની જેલ મથુરામાં તેમનો જન્મ થયો હતો.
આ કારણે મથુરામાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે ૧૬ ઓગસ્ટના ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે વડોદરા શહેરના બજારોમાં ભગવાન કૃષ્ણના વાઘાનું મુકુટ, આંખો, કૃષ્ણ ભગવાનના પારણા બજારોમાં જોવા મળ્યા હતા. અને લાલજી ને લાડ લડાવા માટે કોઈ પણ કચાસ ન રહી જાય તે માટે વિવિધ પ્રકાર ના આભૂષણો અને શણગાર ની ખરીદી કરતા જોવા મળ્યા

