41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ગુજરાતછોટાઉદેપુર જિલ્લો

ચૂંટણી ફરજ દરમિયાન માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા હોમગાર્ડ જવાનના પત્નીનેરૂ. ૧૫ લાખનો ચેક અર્પણ કરાયો

ચૂંટણી ફરજ દરમિયાન માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા હોમગાર્ડ જવાનને શ્રદ્ધા સુમન પાઠવતા જિલ્લા કલેકટર અનિલ ધામેલિયા અને જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ

સહાયની રકમનો બાળકોના અભ્યાસમાં જ ઉપયોગ કરવા જિલ્લા કલેકટરનો અનુરોધ

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ માં છોટાઉદેપુરના લીંબાણી ગામના ગુલાબભાઈ રાઠવા હોમગાર્ડ તરીકે ચૂંટણી ફરજ પર હતા, જે દરમિયાન તેમનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ચૂંટણી પંચના નિયમોનુસાર ચૂંટણી ફરજ દરમિયાન કોઈ કર્મી મૃત્યુ પામે તો તેના પરિવારને સહાય ચુકવવામાં આવે છે.

છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અનિલ ધામેલિયાએ સંવેદનશીલતા સાથે તુરંત જે ઘટતી કાર્યવાહી કરાવીને સ્વ.શ્રી ગુલાબભાઈ રાઠવાની સહાય મંજુર કરાવી હતી.જિલ્લા કલેકટર અનિલ ધામેલિયા અને જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખસ્વ.શ્રીગુલાબભાઈ રાઠવાના ઘરની મુલાકાત લઈ તેમના પરિવારને આશ્વાસન આપ્યું હતું, તેમજ સ્વ.શ્રીગુલાબભાઈ રાઠવાને શ્રદ્ધા સુમન પાઠવ્યા હતા.

આ તકે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષકએ સ્વ.શ્રીગુલાબભાઈ રાઠવાના પત્ની મંજુલાબેનને રૂ.૧૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો. મંજુલાબેનને સહાયની રકમનો બાળકોના અભ્યાસ માટે જ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી.ચૌધરી, ચૂંટણી શાખા તથા પોલીસ અધિકારી-કર્મચારીઓ, હોમગાર્ડના જવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના અપગ્રેડેશનનું લોકાર્પણ

admin

છોટાઉદેપુર તાલુકા પંચાયતના નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત રાજ્ય કક્ષાના મંત્રી,સાંસદ,ધારાસભ્ય સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું

admin

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને તેની આજુબાજુની પાંચ ગ્રામ પંચાયતો જોડીને નગરપાલિકા બનાવવામાં માટે રાજ્ય સરકારે જાહેરાત કરી

admin

Leave a Comment