Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર તાલુકા પંચાયતના નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત રાજ્ય કક્ષાના મંત્રી,સાંસદ,ધારાસભ્ય સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્રારા છોટાઉદેપુર જિલ્લાના કન્સ્ટ્રક્શન ઓફ તાલુકા પંચાયત ઓફિસ બિલ્ડીંગનું કામ ₹ ૨.૯૯ કરોડના કામનું ખાતમુહૂર્ત રાજ્યકક્ષાના પંચાયત અને કૃષિ વિભાગના મંત્રી બચુભાઈ ખાબડ, છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુંભાઈ રાઠવા, છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલની ઉપસ્થિતિમાં કરાયું હતું.

પંચાયત મંત્રી બચુભાઈ ખાબડે પ્રસંગે જણાવ્યું કે “આ નવું ભવન છોટાઉદેપુરના વિકાસમાં એક મહત્વનું પગલું છે. આનાથી ગ્રામીણ વિસ્તારોની જનતાને ઝડપી અને કાર્યક્ષમ સેવાઓ મળશે.” સાંસદ જશુભાઈ રાઠવાએ તેમની આગવી શૈલીમાં જણાવ્યું કે નિર્માણ પામનાર તાલુકા પંચાયત ભવન માત્ર ઈંટો અને સિમેન્ટનું બાંધકામ નથી છોટાઉદેપુરના વિકાસનું, પ્રગતિનું અને સમૃદ્ધ ભવિષ્યનું પ્રતીક છે. સ્થાનિક લોકોમાં પણ આ પ્રોજેક્ટને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ભવનના નિર્માણથી ન માત્ર વહીવટી કામગીરીમાં સુધારો થશે, પરંતુ સ્થાનિક રોજગારીની તકો પણ વધશે.આ પ્રોજેક્ટનું નિર્માણ આગામી બે વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે, અને તે છોટાઉદેપુરના વિકાસની દિશામાં એક મહત્વનું પગલું સાબિત થશે.

કાર્યક્રમમાં મંત્રી સાંસદ અને ધારાસભ્યની સાથે તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા,જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ, પૂર્વ રાજ્ય સભાના સાંસદ નારણભાઈ રાઠવા,જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા,જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિનેશભાઇ રાઠવા,તાલુકા વિકાસ અધિકારી પૂનમબેન ડામોર,તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જયદીપભાઈ રાઠવા, કારોબારી ચેરમેન રાજેશભાઇ રાઠવા,જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શર્મિલાબેમ રાઠવા,જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા,બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા,છોટાઉદેપુર APMC ચેરમેન મુકેશભાઈ પટેલ,નગર પાલિકાના પ્રમુખ મંજુલાબેન કોલી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને ખૂબ મોટી સંખ્યામાં સરપંચો આસપાસના લોકો જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

નસવાડી તાલુકાના કુપ્પા ગામમાં માર્ગની સુવિધાના અભાવે સગર્ભા મહિલાએ રસ્તામાં જ બાળકને જન્મ આપ્યો

admin

છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવીમાં આવેલ નર્મદેશ્વર મહાદેવ મંદિરના મંદિરે કેવડા ત્રીજ ધામ ધૂમ થી ઉજવણી

admin

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના બારાવાડ ગામે પ્રાથમિક શાળામાં 7 જેટલા ઓરડાઓનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું

admin

Leave a Comment