40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

નસવાડી તાલુકાના કુપ્પા ગામમાં માર્ગની સુવિધાના અભાવે સગર્ભા મહિલાએ રસ્તામાં જ બાળકને જન્મ આપ્યો

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુપ્પા ગામમાં મૂળભૂત સુવિધાઓના અભાવે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સગર્ભા મહિલાને અચાનક પ્રસૂતિની પીડા ઉપડતા હોસ્પિટલ પહોંચાડવા માટે ગામ સુધી પાક્કો રસ્તો ન હોવાને કારણે ગ્રામજનોએ કપડાની ઝોળી બનાવી મહિલાને ખભા પર ઊંચકીને અંદાજે એક કિલોમીટર સુધી પથરાળ અને કાચા માર્ગ પર લઈ જવી પડી હતી.

પરંતુ દુર્ભાગ્યવશ, 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચે તે પહેલા જ મહિલાને રસ્તામાં જ પ્રસૂતિ થઈ અને ધૂળ વચ્ચે બાળકનો જન્મ થયો હતો. આ ઘટનાને કારણે માતા અને નવજાત શિશુ બંનેનો જીવ જોખમમાં મુકાયો હતો. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ દ્વારા માતા અને બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કુપ્પા ગામને શાળાથી જોડતો મુખ્ય માર્ગ છેલ્લા એક વર્ષથી અધૂરો પડ્યો છે. સંબંધિત એજન્સી દ્વારા કામ અધવચ્ચે છોડી દેવામાં આવતા ગામમાં આવજાવમાં ભારે મુશ્કેલી પડી રહી છે. ગ્રામજનોએ આ માટે કોન્ટ્રાક્ટરોની લાપરવાહી અને તંત્રની ઉદાસીનતા જવાબદાર ગણાવી છે.

ગ્રામજનોએ જણાવ્યું કે જો ગામ સુધી પાક્કો રસ્તો તૈયાર હોત તો એમ્બ્યુલન્સ સીધી ગામ સુધી પહોંચી શકી હોત અને આવી ગંભીર પરિસ્થિતિ ઊભી ન થઈ હોત. આ ઘટનાએ અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય અને માર્ગ જેવી પ્રાથમિક સુવિધાઓની ખામી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

હાલ આ બનાવને લઈને સ્થાનિકોમાં રોષનો માહોલ છે અને તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તાનું કામ પૂર્ણ કરી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગ ઉઠી રહી છે.

Related posts

પીડિત લોક સેવા ટ્રસ્ટ દ્વારા ફતેપુરા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું

admin

અમન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા કલારાણી ખાતે વિધવા બહેનોને સાડી તેમજ ડ્રાયફ્રૂટનું વિતરણ કરાયું.

admin

છોટાઉદેપુર તાલુકાના લગામી ગામે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment