43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ગુજરાતવડોદરાવડોદરા જિલ્લો

અટલાદરા વિસ્તારમાં બનેલ બનવા ને લઈ ટ્રાન્સઝેન્ડરને લાફો મારતા વિવાદ થયો હતો જેને લઈને આજે ટ્રાન્સઝેન્ડરો પોલીસ ભવન ભેગા મળીનેPSIને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી

શહેરના અટલાદરા પોલીસ મથકના એક પીએસઆઈએ ટ્રાન્સજેન્ડરને નજીવી બાબતે લાફો મારી દેતા ખળભળાટ મચી ગયો હતો. ઉપરાંત, પીએસઆઈએ ટ્રાન્સજેન્ડરને ગંદી ગાળો ભાંડીને અપમાનીત કર્યા હોવાની લેખીત ફરિયાદ અટલાદરા પોલીસ મથકમાં આપવામાં આવી હતી. જોકે, ટ્રાન્સજેન્ડરની ફરિયાદને હજી એફઆઈઆરમાં કનવર્ટ કરવામાં પોલીસ વિભાગ અખાડા કરી રહ્યુ છે. આ બનાવને પગલે શહેરના ટ્રાન્જેન્ડર કોમ્યુનિટિમાં ભારે રોષ ફેલાયો હતો મુજમહુડા વિસ્તારમાં રહેતા એક ટ્રાન્સજેન્ડરે અટલાદરા પોલીસ મથકમાં અરજી કરી હતી કે, આજે બપોરે હું મારા ઘરે હતી. તે સમયે લક્ષ્ય ટ્રસ્ટમાંથી એક વ્યક્તિનો મને ફોન આવ્યો હતો અને એણે મને જણાવ્યુ હતુ કે, અમારો બિલ્ડર અમને હેરાન કરે છે એટલે મારી મદદ માટે અટલાદરા પોલીસ મથકે પહોંચો. આ વાત સાંભળીને હું અને મારી સાથેના બીજી બે ટ્રાન્સજેન્ડરો એક જ એક્ટિવા પર સવાર થઈને તાબડતોબ અટલાદરા પોલીસ મથકે પહોંચ્યા હતા અને ત્યારબાદ આજે ટ્રાન્સજેન્ડરો પોલીસ ભવાની કથા થઈ ગયા હતા અને પીએસઆઇ સામે સૂત્રોચાર કરવામાં આવ્યા હતા અને પીએસઆઇ ને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી સાથે પોલીસ કમિશનને રજૂઆત કરવામાં આવી હતી

Related posts

વડોદરામાં ટ્રાફિક પોલીસને ગરમીથી બચાવવા AC હેલ્મેટ સહિત કીટનું વિતરણ

admin

વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ માત્ર કાગળ ઉપર જ ચાલી રહ્યો હોવાના આક્ષેપો

admin

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ઐતિહાસિક બહુચરાજી મંદિર ખાતે આઠમ નિમિત્તે તડામાર તૈયારીઓ શરૂ

admin

Leave a Comment