વડોદરા શહેરમાં વૈષ્ણવો દ્વારા આજે હતો. આ રેલીમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા. વડોદરાના કીર્તિ સ્તંભથી નિકળેલી રેલીએ આકર્ષણ જમાવ્યું હતું. આ રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી અને કલેક્ટરને રજૂઆત કરીને મહારાજ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર રિલીઝ થનારી મહારાજ ફિલ્મનો સમગ્ર દેશમાં વિરોધ થઇ રહ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા પણ આ ફિલ્મના વિરોધમાં વિશાળ રેલી કાઢી વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં વીવાયઓ અને વીપો ગોલબલ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાયના લોકો, વડોદરાના સાંસદ હેમાંગ જોષી અને ધારાસભ્ય કેયુર રોકડિયા પણ હાજર રહ્યા હતા. આપણા હિન્દુ ધર્મની ગરીમા ઉપર આંચ આવતી હોય ત્યારે આપણી સૌની ફરજ છે કે આપણે એ થતું રોકવું જોઈએ. મહારાજ ફિલ્મમાં અભદ્ર દૃશ્યો બતાવવામાં આવ્યા છે. આપણા દેવી દેવતાઓ ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે. અમારા વૈષ્ણવ સંપ્રદાયના મહારાજની ઉપર આક્ષેપો મુકવામાં આવે છે જે તદ્દન નકારી શકાય તેવા છે. ત્યારે અમારે સૌને અમારું કર્તવ્ય નિભાવવું જોઈએ અને મહારાજ સામે વિરોધ નોંધાવવો જોઈએ. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે, કોઈપણ હિસાબે આ ફિલ્મને રિલીઝ ન થવા દેવી જોઈએ.

આ ફિલ્મ રિલીઝ થશે તો આપણા બાળકો અને સમાજ ઉપર તેની ખરાબ અસર થશે અને એવું દેખાશે કે આપણો સમાજ નપુસંક છે જે એને રોકી નથી શકતો. આ ફિલ્મ રિલીઝ થશે તો અમે ઉપવાસ આંદોલન પણ ઉતારી જઈશું. અમે રસ્તા પર ઉતરી આવીશું અને આંદોલન કરીશું. આ ફિલ્મને ચાલવા નહિ દઈએ. જેને લઇ આજે વડોદરા શહેર પોલો ગ્રાઉન્ડ ખાતે થી વિશાળ રેલી યોજી હતી અને આ રેલી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે કે આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી

