36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
સુરેન્દ્રનગર જિલ્લો

ધારાસભ્ય કિરીટસિંહ રાણાનાં અધ્યક્ષસ્થાને ચોકડી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

ધારાસભ્ય કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં ચોકડી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં ધોરણ ૧ નાં ભૂલકાઓને મહાનુભાવોએ શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. અને મહાનુભાવોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને નવીન પ્રવેશ મેળવનારા બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી, ત્યારે બાળકોના ચહેરા પર ખુશાલી જોવા મળી હતી.
કાર્યક્રમના અંતે મહાનુભાવોએ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશ પાઠવ્યો હતો.

ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને ચોકડી બાપાસીતારામ મઢુલી તરફથી બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભી,જિલ્લા ભાજપ મહામંત્રી ધીરુભાઈ સિંધવ, ચુડા તાલુકા પંચાયત પ્રમુખ ઈશ્વરભાઈ માધર, જિલ્લા પંચાયતનાં સદસ્ય ઘનશ્યામભાઈ રોજાસરા,જિલ્લા કિસાન મોરચાનાં મહામંત્રી ભરતભાઈ ખાચર, ચુડા TPO અને BRC વિજયભાઈ તથા આંગણવાડીની બહેનો ,આરોગ્ય સ્ટાફ અને શાળાનો સ્ટાફ,બાળકો,વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ચુડા તાલુકાના કરમડ ખાતે શ્રીસ્વામિનારાયણ ગુરુકુળ નૂતન વિદ્યાર્થી છાત્રાલયનો શિલાન્યાસ થયો

admin

લીંબડી મોટા મંદિરે દ્વિતીય પાટોત્સવની ભવ્ય ઉજવણી, ધાર્મિક કાર્યક્રમોથી માહોલ બન્યો ભક્તિમય

admin

નીલકંઠ વિદ્યાલય લીમડીની ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની 99.99 PR રેન્ક પ્રાપ્ત કરી પ્રથમ નંબર મેળવ્યો

admin

Leave a Comment