Genius Daily News
ગુજરાતરાજકોટરાજકોટ જિલ્લો

રાજકોટ હિરાસર એરપોર્ટ પર મોટી દૂર્ઘટના ટળી, ભારે વરસાદને કારણે શેડ તૂટી પડ્યો

રાજકોટમાં પણ દિલ્હી એરપોર્ટ જેવી ઘટના બની છે. ભારે વરસાદને કારણે રાજકોટ એરપોર્ટ પર મુસાફરોને મુકવા અને ડ્રોપ કરવાની જગ્યા પરનો શેડ તૂટી પડ્યો છે. પહેલા વરસાદમાં જ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા રાજકોટના હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ફજેતી થઇ હતી. મહત્ત્વપૂર્ણ છે કે રાજકોટ એરપોર્ટને 1400 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને ગત વર્ષે જ વડાપ્રધાન મોદી દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 અને 28 જુલાઇ 2023માં ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ, હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્દઘાટન કર્યું હતું. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટ હેઠળ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. રાજકોટથી આશરે 30 કિલોમીટર દૂર, નેશનલ હાઇવે નં-27 નજીક હિરાસર ગામ પાસે ₹1405 કરોડના ખર્ચે ગ્રીનફીલ્ડ એરપોર્ટનું નિર્માણ થયું છે.

Related posts

અટલાદરા વિસ્તારમાં બનેલ બનવા ને લઈ ટ્રાન્સઝેન્ડરને લાફો મારતા વિવાદ થયો હતો જેને લઈને આજે ટ્રાન્સઝેન્ડરો પોલીસ ભવન ભેગા મળીનેPSIને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી

admin

નાગપુરના વૃદ્ધ 74 વર્ષના વૃદ્ધે રાજકોટની 50 વર્ષની મહિલાને વડોદરાની​​​​​​​ હોટલમાં દુષ્કર્મ કર્યું

admin

વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવ મહોત્સવની ભવ્ય ઉજવણી

admin

Leave a Comment