ડભોઇ શહેર અને તાલુકામાં વહેલી સવારથી જ ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો છે
ડભોઇ સવારે 8:00 વાગ્યા થી એક વાગ્યા સુધીમાં એક ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. ડભોઇ શહેરમાં હરીજન વાસ મહુડી ભાગોળ શાક માર્કેટ વિસ્તાર લાલ બજાર જૈન વાઘા કુંભાર વાઘ ઉમા સોસાયટી અંબિકા નગર ગ્રીન સોસાયટી જેવા વિસ્તારમાં વરસી રહ્યો છે વરસાદ જ્યારે તાલુકાના મહંમદપુરા નવાપુરા સનોર ફૂલવાડી રાજપુરા ઢોલાર વસાઈ અમરેશ્વર બંબોજ સિંધિયાપુરા જેવા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ઠંડા પવન સાથે પડી રહ્યો છે વરસાદઅસય બફારાથી લોકોને મળી રાહતખેતી લાયક વરસાદથી ખેડૂતો થયા ખુશ.ડભોઇ શહેરના તાલુકામાં કુલ સીઝન નો વરસાદ 80 એમ એમ હમણાં સુધીના પડી ચૂક્યો છે.
રીપોટર વિકાસ ચતુર્વેદી ડભોઈ

