ડભોઇ તાલુકો ચાંદોદ કરનાળી વચ્ચેના ઓરસંગ બ્રિજ નીચેથી ગેરકાયદે રેતીખનન થતું હોય ખાણ ખનીજ વિભાગે છાપો મારી એક ટ્રેક્ટર અને એક લોડર મશીન ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ચાંદોદ અને કરનાળી બંને તીર્થક્ષેત્રો નો વ્યવહાર સરળ બને તેવા શુભ હેતુથી દેશના તત્કાલીન નાણાં પ્રધાન સ્વ.અરુણ જેટલી ના સાંસદ આદર્શ ગામ યોજના ના અનુદાન માંથી ઓરસંગ નદી ઉપર બ્રિજ નિર્માણ પામ્યો હતો જે નગરજનો સહિત દૂર દૂરથી પધારતા યાત્રીકો શ્રદ્ધાળુઓ માટે તો આશીર્વાદરૂપ સાબિત થયો છે પણ આ બ્રિજ ના નિર્માણ બાદ રેતી માફિયાઓ ને પણ જાણે ફાવતું મળી ગયું હોય તેમ બ્રિજ નીચેથી જ ગેરફાયદે રેતી ઉલેચવાનો બે રોકટોક વેપલો ફુલ્યો ફાલ્યો છે બ્રિજ નીચેથી જ રેતી ઉલેચવામાં આવતી હોય લાંબાગાળે બ્રિજને મોટું નુકસાન થવાની પણ સંભાવના સેવાઈ રહી છે ત્યારે આજરોજ ખાણ ખનીજ વિભાગે ઓરસંગ બ્રિજ નીચે ચાલતા ગેરકાયદે રેતી ખનન પર છાપો મારી એક ટ્રેક્ટર અને એક લોડર મશીન જપ્ત કરી કરનાળી આઉટ પોસ્ટ ના હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છેકે ખાણ ખનીજ વિભાગ દ્વારા વારંવાર ચાંદોદ કરનાળી વચ્ચેના ઓરસંગ બ્રિજ નીચે રેડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે પરંતુ આ વેપલો થોડા દિવસ બંધ થવાનું નાટક થાય છે અને પુનઃ ધમધમવા માંડે છે શું રેતી માફીયા ઓને સ્થાનિક પોલીસ તંત્ર કે ખાણ ખનીજ વિભાગની હાંક રહી નથી ? કે પછી તંત્રનું ભેદી મૌન ? જેવા અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે
રીપોટર વિકાસ ચતુર્વેદી, ડભોઈ

