43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગોત્રીની બંસીધર ડેરી ફાર્મમાંથી રૂ.૫૧ હજારનો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ

પાલિકાની ખોરાક શાખા દ્વારા ચેકીંગથી ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરતા તત્વોમાં ફફડાટ

હાલ વરસાદી મોસમના કારણે માનવ સ્વાસ્થ્ય માટેની વિવિધ ચીજ વસ્તુઓની ચકાસણી પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે ગોત્રી વિસ્તારમાં આવેલ ગોકુલ ટાઉનશીપની બંસીધર ડેરી ફાર્મમાં શંકાસ્પદ ઘીનો જથ્થો હોવાની પોલીસે કરેલી જાણ આધારે પાલિકા ખોરાક શાખાની ટીમે ૧૨૯.૨૦૦ કી.ગ્રા. ઘીનો જથ્થો સીઝ કરતા ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરતાં તત્વોમાં ગભરાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે ગોત્રી વિસ્તારમાં આવેલ ગોકુલ ટાઉનશીપમાં બંસીધર ડેરી ફાર્મ છે. જ્યાં શંકાસ્પદ ઘીનો જથ્થો હોવાની સ્થાનિક પોલીસને જાણ થઈહતી. આ અંગે પોલીસે તાત્કાલિક ધોરણે પાલિકા તંત્રને જાણ કરી દીધી હતી. જેથી પાલિકા ખોરાક શાખાની ટીમ ઘટના સ્થળે ત્રાટકી હતી. સઘન તપાસ દરમિયાન બંસીધર ડેરી ફાર્મમાંથી શંકાસ્પદ ઘીનો કેટલોક જથ્થો મળી આવ્યો હતો. જેથી ખોરાક શાખાની ટીમે રૂપિયા ૫૧૬૮૦ની કિંમતનો ૧૨૯.૨૦૦ કી.ગ્રા. શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યાની જાણ થતા ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

Related posts

શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે કુવારીકાઓએ ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી…

admin

વડોદરામાં ગેસ લાઇન તૂટી જતા પાંચ લાખ ગ્રાહકો પરેશાન : કોંગ્રેસ સમિતિનો આક્રોશ

admin

ખેડૂતોની લાગણી ને માન આપી વઢવાણા તળાવમાં પાણી આવતા ખેડૂતોએ ધારાસભ્યશ્રીનો આભાર માન્યો

admin

Leave a Comment