આજ થી શરૂ થયેલ ગૌરી વ્રત એટલે જયા પાર્વતીનું વ્રત માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે કુવારીકાઓએ ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી…
હિંદુ શાસ્ત્રોમા પુજા- ઉપાસના સાથે ઉપવાસ અને વ્રત નુ પણ અનેરૂ મહત્વ છે. શ્રાવણ માસ પૂર્વે કુંવારી કન્યાઓના વ્રતની શરૂઆત થાય છે. જેને ગૌરી વ્રત કહેવાય છે. પાંચ દિવસ સુધી કન્યાઓ પોતાના જીવનમા કાયમ ઉજાસ પથરાય અને ભાવિ ભરથાર સાથે તેમનો સંસાર સુખમયી રહે પતિ સંસ્કારી મળે એ માટે ગૌરી વ્રત કરે છે. વ્રત દરમિયાન આખો દિવસ નિમક ત્યાગી મોળો આહાર લે છે. એટલે જ ગૌરી વ્રતને મોળા વ્રત પણ કહેવાય છે. મોળુ ખાવા પાછળ એવુ મનાય છે કે, કન્યાઓ પોતાના ભવિષ્યમા મળનાર જીવનસાથી યોગ્ય મળે એટલે આહારમાં નિમક (મીઠુ) ત્યજી ઉપવાસ કરી પાર્વતીજીની ઉપાસના કરે છે. એટલે મા ભગવતી પાર્વતી પ્રસન્ન થાય અને વ્રત કરનારી દિકરીઓને મહાદેવ જેવા તેજસ્વી અને સ્વભાવે ભોળા જીવનસાથી પ્રાપ્ત થાય એવુ શાસ્ત્રોક્ત કથન છે. વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મંદિર ખાતે કન્યાઓ હાથમા કુલડીમા વાવેલા પવિત્ર ઝવારા સેવા પુજા કરવાના પુજાપો લઈ મંગળ પ્રભાતે ગૌરી માતા (પાર્વતીજી) ની સેવા પુજા કરવા મંદિરે, બ્રાહ્મણના આંગણે જાય છે છેલ્લા દિવસે આહારમાં નિમક (મીઠુ) લઈ મોડી રાત્રી સુધી શિવ પાર્વતી ના ભજન કિર્તન કરી જાગરણ કરી પર્વની પૂર્ણાહુતિ કરવામાં આવે છે

