વડોદરાની વિશ્વ વિખ્યાત એમ.એસ.યુનિવર્સિટીમાં પૂર્વ વાઈસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવ રાજીનામું આપ્યા બાદ પણ વાઈસ ચાન્સેલરનો બગલો ખાલી ન કરતાં વિવાદ. વિધાર્થીઓ ઇચ્છે છે કે પૂર્વ વાઈસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવ વહેલમાં વહેલી તકે બગલો ખાલી કરે અને નવા વાઈસ ચાન્સેલરને બગલો સોપી દેવામાં આવે. જે બાબતે વડોદરાના સાંસદ દ્રારા પણ ટકોર કરવામાં આવી હતી. છતાય બગલો ખાલી ન કરતાં વિધાર્થીઓ દ્રારા પૂર્વ વાઈસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવને તેમના વતન પરત મોકલવા વિધાર્થીઓ દ્રારા એમ.એસ.યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં એકત્રિત થઈ હોસ્ટેલના વિધાર્થીઓ જોડે રૂપિયા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. જેથી આ રૂપિયા ટિકિટ ખરીદવા માટે વિજયકુમાર શ્રીવાસ્તવને આપે અને તેઓ વહેલાંમાં વહેલી તકે બંગલો ખાલી કરે.

