40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ ભાઈઓ-બહેનો માટે હોળી ઉત્સવ અને સામગ્રી વિતરણ કાર્યક્રમ

વડોદરા: શહેરની સહાય માનવ કલ્યાણ સંઘ અને હરી સેવા ટ્રસ્ટ દ્વારા પ્રજ્ઞાચક્ષુ તથા દિવ્યાંગ ભાઈઓ-બહેનો માટે હોળી અને ધુળેટી ઉત્સવ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

ફતેગંજ વિસ્તારમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં ધાણી, ખજૂર અને અન્ય આવશ્યક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું. સાથે જ રંગ ઉત્સવની હર્ષોલ્લાસભરી ઉજવણી કરવામાં આવી હતી, જેથી પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ ભાઈઓ-બહેનો પણ હોળીના રંગોમાં રંગાઈ જઇ શકે.

સહાય માનવ કલ્યાણ સંઘ અને હરી સેવા ટ્રસ્ટ દ્વારા નિયમિત સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. જેમાં દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ માટે અનાજ કીટ વિતરણ તથા તહેવારના અવસરે વિવિધ સામગ્રીનું દાન કરવામાં આવે છે.

Related posts

વડોદરા શહેરમાં સુભાનપુરા વિસ્તારમાં વોર્ડ નંબર 11 માં જય બજરંગ સોસાયટી ઘણા ટાઈમથી ગટરનું પાણી ઉભરાતા સ્થાનિકો દ્વારા રોષ ઠાલવ્યો

admin

વડોદરાનો પરિવાર ચાંદોદ અસ્થિ વિસર્જન માટે જતાં કાર ડિવાઈડર પર ચડીને પલટી ગઈ

admin

વડોદરામાં ભાજપના મહિલા કાઉન્સીલરના પિતા કરી દંડાવાળી

admin

Leave a Comment