આજરોજ વડોદરા મહાનગર પાલિકામાં વોટરવર્ક સમિતિની બેઠક મળી હતી આ બેઠકની આગેવાની વોટર વર્ક સમિતિના અધ્યક્ષ મહાવીર સિંહ પુરોહિતે લીધી હતી,બેઠકમાં પાણીને લગતા વિવિધ પ્રકારના કામોની ચર્ચા થઇ હતી જોકે આશ્ચર્યની વાત તો એ છે કે,વોટરવર્ક સમિતિ અધ્યક્ષ મહાવીર સિંહ પુરોહિત પાણીના સેમ્પલના સવાલમાં પાણીમાં બેસી ગયા હતા.મીડિયાએ પાણીના સેમ્પલ અંગે સવાલ કર્યો તો કહયું મને કોઈ જાણકારી નથી?ત્યારે સવાલ થાય કે, મહાવીર સિંહ પુરોહિત શું નામ માત્રના અધ્યક્ષ છે.ચોમાસા દરમિયાન ગંદા પાણીની સમસ્યા અને દૂષિત પાણીના કારણે રોગચાળોનો ભય સામે કોઈ કાર્યવાહી કેમ તહતી નથી તેવું પણ લોકો પૂછી રહ્યા છે.

