અગાઉ વડોદરા શહેરના મચ્છીપીઠ નવાબવાડા વિસ્તારમાંથી 11 લાખ રૂપિયાની કિંમતના 110.92 ગ્રામ MD ડ્રગ્સના કેસમાં 2 વોન્ટેડ આરોપી મુંબઈમાં 2 કરોડના MD ડ્રગ્સ સાથે ઝડપાયા છે. વડોદરા SOG પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ મુંબઈથી કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
અગાઉ વડોદરા શહેર એસઓજી દ્વારા કારેલીબાગ મચ્છીપીઠ, નવાબવાડા વિસ્તારમાં રેડ કરતાં 110.92 ગ્રામ MD ડ્રગ્સ તથા અન્ય મુદામાલ મળી કુલ કિં. 12,49,800ના મુદામાલ સાથે આરોપી મોહમદકામીલ મોહંમદ કાસીમ શેખ, રેહાના ઇમરાનખાન ઉર્ફે ચિકનદાનો પઠાણ અને નિગત મોહંમદકામીલ શેખને પકડી પાડી તેઓ વિરૂદ્ધમાં કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો રજિસ્ટર કરાવ્યો હતો, જે ગુનાની વધુ તપાસમાં એમડી ડ્રગ્સનો જથ્થો મુંબઈના ડ્રગ્સ સપ્લાયર ફૈઝલ તથા તેના પાર્ટનર સલ્લાઉદ્દીન અલ્લાઉદ્દીન શેખ નામના શખસો પાસેથી ખરીદ કરેલ હોવાની હકિકત બહાર આવી હતી તે દરમિયાન એન.સી.બી. (નાર્કોટીકસ કન્ટ્રોલ બ્યુરો) મુંબઇ દ્વારા ઉપરોકત બંન્ને આરોપીઓને 2 કરોડની કિંમતના આશરે 1 કિ.ગ્રા.. 4 ગ્રામના એમ.ડી.ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડી નવી મુંબઇ -વાસી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવ્યો હતો. ત્યારબાદ કારેલીબાગ પોલીસ સ્ટેશનના ગુનામાં ડ્રગ્સ સપ્લાયર ફઝલ ઝાફરખાન તથા ડ્રગ્સ ખરીદના નાણા મેળવનાર સલ્લાઉદ્દીન અલાઉદ્દીન શેખની ધરપકડ બાકી હોય બંને આરોપીઓ નવી મુંબઇ, જ્યુડીશિયલ કસ્ટડી માંથી ટ્રાન્સફર વોરંટ આધારે મેળવી લાવી ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરી વડોદરા શહેર કોર્ટમાં રજુ કરી વધુ તપાસ અર્થે આરોપીઓના 5ના રીમાન્ડ મેળવવામાં આવ્યા છે.

