33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
જાંબુઘોડાપંચમહાલ જિલ્લો

જાંબુઘોડા ના ઉઢવણ ગામે રામજી મંદીરે રામદેવજીની જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી કરાઈ….

જાંબુઘોડાના ઉઢવણ ગામે રામદેવપિર મંદિરની જન્મ જયંતી ની ઉજવણી ધામ ધુમથી ધાર્મિક વાતાવરણમાં કરાઇ જેમા મોટી સંખ્યામાં રામદેવપીરના ભક્તો ઉમટ્યા…..પ્રાપ્ત માહીતી મુજબ પંચમહાલ જિલ્લાના અભ્યારણ વિસ્તારમાં આવેલા જાંબુઘોડા તાલુકાના ઉઢવણ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ રામદેવ પીર મંદિર ખાતે ભાદરવા સુદ દસમ ને આજે શુક્રવારે બપોરે 1 કલાકે બાબા રામદેવ પીરના મંદિરે રામદેવપીર ની જન્મ જયંતી ની ધાર્મિક વાતાવરણમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જ્યારે બાબા રામદેવ પીરના મંદિર ખાતે હવન તેમજ પારનું ઝુલાવી આવેલ તમામ ભક્તજનો એ બાબા રામદેવપીરના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ ઉઢવણ ગામના રામજી મંદિરેથી ભવ્ય શોભા યાત્રા યોજાઈ હતી જેમાં ડીજેના તાલે વાગતા ધાર્મિક ગીતો પર રામદેવપીરના ભક્તો જૂમી ઊઠ્યા હતા જ્યારે આ શોભાયાત્રામાં ઉઢવણ ગામ સહિત આજુબાજુના ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં રામદેવ ભક્તો ઉમટ્યા હતા જ્યારે આ શોભાયાત્રા જાંબુઘોડા ત્રણ રસ્તા પાસે આવેલ રામદેવ મંદિર ખાતે પહોંચી હતી અને મંદિર ખાતે પૂજા આરતી કરી શોભાયાત્રા ની પૂર્ણાહીતિ કરાઈ હતી જોકે ઉઢવન ગામે આવેલ રામદેવપીરના મંદિર ખાતે મહાપ્રસાદીનું ભવ્ય આયોજન પણ કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં રામદેવપીરના ભક્તોએ પ્રસાદીનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી

Related posts

હાલોલ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા અનેક લોકોને આંખોમાં અને ગાળા માં બળતરા થવાની ઘટના બની

admin

જય નારાયણ સિધ્ધનાથ મહાદેવ મંદિર તરખંડા ખાતે અન્નપૂર્ણા વ્રતના 21માં દિવસે યજ્ઞનું આયોજન

admin

ગોધરાના બામરોલી રોડ ઉપર આવેલ એક મેટરનેટી હોસ્પિટલમાં માનવ તસ્કરી કાંડનો થયો પર્દાફાશ

admin

Leave a Comment