Genius Daily News
ચુડાસુરેન્દ્રનગર જિલ્લો

ચુડાનાં ગોખરવાળાનાં ખેડૂત સાથે છેતરપિંડી, નકલી બિયારણ પકડાવી દેવામાં આવ્યું

નોંધનીય છે કે ગુવાર સહિત અનેક બિયારણો ચુડા સહિત જિલ્લાભરમાં ડુપ્લીકેટ બિયારણની વ્યાપક ફરિયાદો ઉઠી છે.
અનઅધિકૃત લાઈસન્સ-પરવાનો ન ધરાવતા હોય તેવા ખાનગી વિક્રેતાઓ બિયારણનું ધોમ વેચાણ કરતા હોય છે.

આવાં વેપારી પાસે તેનાં લાયસન્સ નંબર, પૂરું નામ-સરનામું અને જે બિયારણ ખરીદ્યું હોય તે બિયારણનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદ્દત પૂરી થવા સહિતની વિગતો પાકા બિલ પણ ઉપલબ્ધ નથી હોતા.જેથી છેતરપીંડીનો ભોગ ખેડૂતો બને છે.
દિનેશભાઈ પરમારના પરિવારજનો ખેતીની આવક પર નિર્ભર છે.
દિનેશભાઈ ૨૪ એપ્રિલે ચુડા ખાતે આવેલા એગ્રો ફર્ટીલાઇઝર નામની દુકાનમાંથી કમલ ૧૦૧ ગુવારનાં બિયારણની ખરીદી કરી હતી અને આશરે દસેક વીઘામાં ગુવારનું વાવેતર કર્યું હતું. દિનેશભાઈનાં જણાવ્યા મુજબ ગુવારનાં પાકને યોગ્ય માવજત કરી હતી પરંતુ ગુવારનાં છોડમાં સિંગ બેઠી ન હતી.

સિંગ ન બેસવાના કારણે મહેશભાઈ પરમાર ચિંતામાં મુકાયા હતા.
અને એગ્રો ફર્ટીલાઇઝરનાં માલિક પોતાની રજૂઆત કરી હતી કે નકલી બિયારણનાં કારણે તેમને બહુ મોટું નુકસાન ગયું છે જેથી બિયારણ કંપની ખેડૂતને થયેલું નુકસાનની ભરપાઈ કરવા માંગ કરી હતી.

હવે જોવાનુંએ રહ્યું કે ડાયનેમિકશીડ કંપની ખેડૂતોને નકલી બિયારણનો ભોગ બનેલ ખેડૂત દિનેશભાઈને નુકસાનીનું ચુકવણું કરે છે કેમ તે આવનારો સમય જ બતાવશે.

Related posts

સુરેન્દ્રનગરનાં લીંબડીમાં આગ લાગતાં લાખો રૂપિયાનો બીટી કપાસનો જથ્થો બળીને ભસ્મીભૂત થઈ ગયો

admin

મોજીદડ પે સેન્ટર શાળાનો સિતારો રાજ્ય કક્ષાએ ચક્રફેકમાં ભાગ લેશે.

admin

ચુડા ખાતે “કૃષિ વિકાસ દિન-૨૦૨૫ અને રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫”ની ઉજવણી કરાઈ.

admin

Leave a Comment