36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

નવાવાર્ડ વિસ્તારમાં આવેલી રસુલજીની ચાલીમાં એસઓજી પોલીસ દ્વારા બાતમીના આધારે રેડ કરવામાં આવી છે. આ રેડમાં એસઓજીના જવાનોને મોટી સંખ્યામાં ગૌ માંસનો મોટો જથ્થો મળી આવ્યો…

વડોદરાના નવાવાર્ડ વિસ્તારમાં આવેલી રસુલજીની ચાલીમાં આજે સવારે એસઓજી પોલીસ દ્વારા રેડ કરવામાં આવી છે. એસઓજીના જવાનો દ્વારા કરવામાં આવેલી રેડમાં ઘરમાંથી મોટી માત્રામાં ગૌ માંસ મળી આવ્યું છે. નવાયાર્ડ વિસ્તારમાં ઢાળ ઉતરતા જ રેલવેની દિવાલની બીજી તરફની બાજુમાં આવેલા ઘરમાં રેડ કરી છે. જેમાં મોટી માત્રામાં શંકાસ્પદ માંસ મળી આવ્યું છે. આ માંસનો જથ્થો ગૌ માંસનો હોવાની પ્રબળ લોકચર્ચા છે. જો કે, એસઓજી દ્વારા માંસના જથ્થાના સેમ્પલને એફએસએલ તપાસ માટે મોકલવામાં આવનાર છે. આ અંગે જીવદયાપ્રેમી નેહાબેન પટેલ જણાવે છે કે, મારી પાસે માહિતી હતી. જે અંગે મેં એસઓજી પીઆઇને જાણ કરી હતી. ત્યાર બાદ તાત્કાલીક સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હજી માંસ શંકાસ્પદ છે, ગૌ માંસ છે કે કેમ તે કહી શકાય નહી. એફએસએલના રિપોર્ટ બાદ સાચી હકીકત સામે આવશે. આ ગેરકાયદેસર કતલખાનું છે. વરસાદમાં લોહીના ખાબોચીયા પણ ભરાયા છે. રોગચાળો પણ ફાટી નિકળી શકે છે. સાથે ને ભેંસ ના બચ્ચા અને ૧૫૦ કિલો ગૌ માંસનો જથ્થા સાથે ઈરફાન ખુરેશી ની અટકાયત કરવામાં આવી અને આગાઉ કેટલા સમય થી આ ગૌ માંસનો જથ્થો કોને અને ક્યા વેચાણ કરતો હતો સાથે વધુ આ કામ માં કેટલા લોકો જોડાયા છે અને ધર માં એક ઇસમની અટકાયત કરી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી

Related posts

શ્રી આપાગીગા યુવક મંડળ વિસાવદર દ્વારા સાતમૉ સમૂહ લગ્નોત્સવ સંપન્ન

admin

વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટ રોડ પર પૂરપાટ ઝડપે કારની રિક્ષાને ટક્કર મારી

admin

વડોદરાના ભાજપ કાર્યાલય કમલમમાં લિફ્ટ ખોટકાતા નેતાઓ ફસાયા

admin

Leave a Comment