ગૌરીવ્રત નિમિત્તે શનિદેવ ફાઉન્ડેશન દ્વારા ગૌરી વ્રત કરતી બાલ દીકરીઓ 9 થી 18 વર્ષ સુધીની 1 હજાર દિકરીઓને ગોત્રી નિલામ્બર સર્કલ પાસે આવેલા બંસલ મલ્ટીપ્લેક્ષ સિનેમાગૃહમાં ફિલ્મ બતાવવામાં આવ્યું. જેમાં સાંસદ ડો.હેમાંગ જોશી ઉપસ્થિત રહેશે.
ગૌરી વ્રત સામાન્ય રીતે 6 વર્ષથી 14 વર્ષ સુધીની ઉંમરની બાળાઓ કરતી હોય છે. કન્યાઓ બાળપણથી વ્રતનું અને ઉપવાસનું મહત્વ સમજે તે માટે તેમને આ વ્રત કરાવવામાં આવે છે. તો પ્રચલિત માન્યતા એવી છે કે આ વ્રતના પ્રભાવથી સમય આવ્યે કુંવારી કન્યાને મનના માણીગરની પ્રાપ્તિ થાય છે

