નવી કારોબારી સમિતિ રચાય ત્યાં સુધી વહીવટ પ્રાંત અધિકારી સંભાળશે ગુજરાત રાજ્યની કુલ 71 નગરપાલિકાઓની મુદત માર્ચ 2026 દરમિયાન પૂર્ણ થવા જઈ રહી છે. તેમાં ડભોઈ નગરપાલિકાની મુદત 15 માર્ચે પૂર્ણ થવાને કારણે રાજ્યના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વહીવટદારની નિમણૂંક કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે વહીવટદાર તરીકે નિયુક્ત સરકારે નવી કારોબારી અધિકારી નીતિગત નવાસમિતિ રચાય ત્યાં સુધી ડભોઈ નગરપાલિકાના વહીવટ માટે પ્રાંત અધિકારી વડોદરા ગ્રામ્યને વહીવટદાર તરીકે નિયુક્ત કર્યા છે નિર્ણયો લઈ શકતા નથી, પરંતુ નગરપાલિકાના દૈનિક વહીવટી કાર્યો સંભાળવાની જવાબદારી રહેશે. હવે જોવાનું રહ્યું કે વહીવટદાર હેઠળ ડભોઈ નગરપાલિકાનું વહીવટી કામકાજ કેટલું પ્રજાલક્ષી અને અસરકારક બને છે

