40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ પંથકમાં કાળઝાળ ગરમી : ગરીબ બાળકો માટે નર્મદાની કેનાલો બની ‘કુદરતી સ્વિમિંગ પૂલ

ડભોઇ માર્ચ મહિનો શરૂ થતાની સાથે જ સમગ્ર ગુજરાત સહિત ડભોઇ તાલુકામાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. શહેરોમાં સંપન્ન લોકો ગરમીથી બચવા એસી, કુલર અને મોંઘા સ્વિમિંગ પૂલનો સહારો લેતા હોય છે ત્યારે ડભોઇના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા ગરીબ પરિવારોના બાળકો માટે નર્મદાની કેનાલો જ ‘સ્વિમિંગ પૂલ’ બની ગઈ છે મોંઘા સ્વિમિંગ પૂલ વિરુદ્ધ કુદરતી કેનાલ મોટા શહેરોમાં લોકો લાખો રૂપિયા ખર્ચીને સ્વિમિંગ પૂલ બનાવડાવે છે અથવા ક્લબમાં જઈને મોંઘી ફી ભરીને નહાવા જતા હોય છે.

તેની સામે ડભોઇ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કુદરતી સંસાધનો જ મધ્યમ અને ગરીબ વર્ગ માટે ઠંડક મેળવવાનું એકમાત્ર સાધન બન્યા છે. પસાર થતી નર્મદાની મુખ્ય અને પેટા કેનાલોમાં બપોરના સમયે નાના ભૂલકાઓથી લઈને યુવાનો સુધીના લોકો ડૂબકી લગાવતા જોવા મળે છેપતરાના મકાનો અને એસીના અભાવે કેનાલનો આશરો
​ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગના ગરીબ પરિવારો પતરાવાળા કાચા કે અર્ધ-પાકા મકાનોમાં રહે છે. બપોરના સમયે સૂર્યનારાયણ પ્રકોપ વરસાવે ત્યારે આ પતરા તપવાને કારણે ઘરમાં રહેવું અશક્ય બની જાય છે.આ પરિવારો પાસે એસી કે મોંઘા એર-કુલરની સુવિધા હોતી નથી ગરમીથી બચવા અને શરીરને ઠંડક આપવા માટે બાળકો બપોરે ૧૨ થી ૪ ના સમયગાળામાં કેનાલો, નદીઓ કે સ્થાનિક તળાવોમાં નહાવા પહોંચી જાય છેનિખાલસ આનંદ અને મોજ
​સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કેનાલના વહેતા પાણીમાં નહાવાનો આનંદ આ બાળકો માટે કોઈ વૈભવી રિસોર્ટથી ઓછો નથી. એકસાથે ટોળેટોળા વળીને કેનાલમાં કૂદકા મારતા આ બાળકો ગરમીને ભૂલીને સ્વિમિંગ પૂલ જેવી જ મજા માણે છે. જોકે, વહીવટી તંત્ર દ્વારા ઊંડા પાણીમાં ન જવા અને સુરક્ષા જાળવવા માટે અવારનવાર સૂચનાઓ પણ આપવામાં આવતી હોય છે.

Related posts

MSU કોમર્સ ફેકલ્ટીની એન્ટ્રન્સ પરીક્ષા સામે NSUIનો 24 કલાકનો અલ્ટીમેટમ

admin

સાવલીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અખંડભારત સંકલ્પ દિવસ ઉજવાયો.

admin

ફરાસખાનાના ખુલ્લા ખેતરમાં બનાવાયેલા ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી

admin

Leave a Comment