31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ગુજરાતરાજ્યો

અજમેર શરીફમાં કોમી એકતાના દર્શન : 20મા રોજાએ 11 હજારથી વધુ લોકોએ સાથે કરી ઈફ્તાર

અજમેર શરીફમાં કોમી એકતાના દર્શન : ૨૦મા રોજાએ ૧૧,૦૦૦થી વધુ -મુસ્લિમ શ્રદ્ધાળુઓએ એકસાથે ઈફ્તાર કરી ધન્યતા અનુભવી હતી

રાજસ્થાનના અજમેરમાં આવેલી વિશ્વપ્રસિદ્ધ ખ્વાજા ગરીબ નવાજની દરગાહ હંમેશાથી કોમી એકતા અને ભાઈચારાનું પ્રતીક રહી છે. પવિત્ર રમઝાન માસ દરમિયાન અહીં શ્રધધા અને સેવાના અનોખા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગઈકાલે ૨૦મા રોજાના અવસરે દરગાહ પરિસરમાં એક ભવ્ય ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૧,૦૦૦થી વધુ શ્રદ્ધાળુઓએ જ્ઞાતિ-જાતિના ભેદભાવ ભૂલીને એકસાથે રોજો ખોલ્યો હતો.
​ભવ્ય આયોજન અને વ્યવસ્થા દરગાહ કમિટી અને ખાદિમ સમુદાય દ્વારા આ વિશાળ ઈફ્તારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સાંજ પડતાની સાથે જ દરગાહની અંદર અને આસપાસના વિસ્તારોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી.

ઈફ્તારમાં ઉપસ્થિત તમામ લોકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં વિવિધ પ્રકારના તાજા ફળો ઠંડું પાણી અને શરબત ખજૂર અને અન્ય ખાદ્ય સામગ્રી કોમી એકતાનું અનોખું ઉદાહરણ આ આયોજનની સૌથી મોટી વિશેષતા એ હતી કે અહીં માત્ર મુસ્લિમ બિરાદરો શ્રદ્ધાળુઓ પણ સામેલ થયા હતા.૧૧,૦૦૦થી વધુ લોકોએ એકસાથે પંગતમાં બેસીને ઈફ્તાર કરી ‘અનેકતામાં એકતા’નો સંદેશ સમગ્ર દેશમાં ફેલાવ્યો હતો ગુજરાત સહિત સમગ્ર ભારતથી ઉમટતા શ્રદ્ધાળુઓ ખ્વાજા ગરીબ નવાજની દરગાહ પ્રત્યે લોકોની અતૂટ આસ્થા છે. રમઝાન માસમાં અહીં ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત દેશના ખૂણેખૂણેથી હજારોની સંખ્યામાં ઝાયરીનો (શ્રદ્ધાળુઓ) આવે છે. માન્યતા છે કે દરગાહ શરીફમાં રોજો ખોલવાનું વિશેષ ધાર્મિક મહત્વ છે, તેથી સાંજ સમયે અહીં શ્રદ્ધાળુઓનો મહેરામણ ઉમટી પડે છે.
​સ્થાનિક કમિટીના જણાવ્યા અનુસાર, દરરોજ આવતા શ્રદ્ધાળુઓ માટે ઈફ્તારની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવે છે જેથી કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું ન રહે અને શાંતિપૂર્ણ રીતે બંદગી કરી શકે

Related posts

નાગપુરના વૃદ્ધ 74 વર્ષના વૃદ્ધે રાજકોટની 50 વર્ષની મહિલાને વડોદરાની​​​​​​​ હોટલમાં દુષ્કર્મ કર્યું

admin

દિલ્હી ખાતે KOI (કીઓ) કરાટે નેશનલ ચેમ્પિયનશિપ નું આયોજન કરાયું,જેમાં વડોદરાના ખેલાડીઓએ ઉત્કર્ષ પરફોર્મ કરી વડોદરા શહેર સહિત ગુજરાતનું નામ રોશન કર્યું

admin

લોકકળાની લોકપ્રિય ઝલક કઠપુતળીની રમઝટથી ઝૂમી ઉઠ્યું સ્ટેચ્યૂ ઓફ યુનિટી

admin

Leave a Comment