Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સુખધામ હવેલી ખાતે ચામડીના રોગોનો નિદાન કેમ્પ યોજાયો.

તૃતીય પીઠાધીશ્વર ‌ વૈષ્ણવો ના સરકાર કાંકરોલી નરેશ પૂજ્ય પાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રી ના વાકપતિ ફાઉન્ડેશન વલ્લભ વિદ્યાપીઠ ના નેજા હેઠળ શૈક્ષણિક ,સામાજિક, ધાર્મિક ,આરોગ્ય લક્ષી ,અન્નક્ષેત્ર, અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે જે અંતર્ગત જટિલ ચામડીના રોગોના નિવારણ માટે સુખધામ હવેલી ખાતે ડોક્ટર અનિષ અરોરા ગોલ્ડ મેડાલિસ્ટ દ્વારા ચેહરાનું વિશ્લેષણ અને ડોક્ટર હેમાદ્રી પોપટ દ્વારા યુ.એસ .એફ.ડી.એ દ્વારા લેટેસ્ટ ટેકનોલોજી થી દર્દીઓને ચામડીના ખરજવું ,‌ધાધર કોઢ,વાડ ઉતારવા ખીલ ,સફેદ ડાઘ ચામડી કાળી પડી જવી વિગેરે ચામડી ને લગતા રોગોનો નિદાન કરવામાં આવ્યું હતું અને રોગના નિવારણ માટે સચોટ નિદાન કરી ઉપચાર અને સલાહ અને માર્ગદર્શન ડોક્ટર ટીમ અને તેના સ્ટાફ દ્વારા આપવામાં આવ્યું હતું આમ વર્તમાન પરિસ્થિતિમાં આરોગ્ય લક્ષી સેવાઓ માનવીના જીવન માટે કાંટાળો તાજ બની રહ્યો છે .ત્યારે પૂજ્ય શ્રી ના આશીર્વાદ થી અવારનવાર મેડિકલ ને લગતા કેમ્પ હવેલી માં યોજાઈ રહ્યા છે. જે સકલ વૈષ્ણવ સૃષ્ટિ અન્ય સમાજના દર્દીઓ માટે આશીર્વાદ સમાન જોવા મળી રહ્યા છે.

Related posts

સયાજીગંજ વિસ્તારમાં આવેલ એમએચ યુનિવર્સિટીના ડેરી ડેન સર્કલ પાસે મહાકાય મગર જોવા મળ્યો

admin

વડોદરામાં 18 ફૂટ ઊંડો ભુવો, તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ

admin

બરોડાની દશામાના આંગણે મહા અંકુટનું આયોજન

admin

Leave a Comment