વડોદરા આમ્ત સ્માર્ટ સીટી છે પણ નપાણીયા વહીવટમાં વડોદરાનો વિકાસનું ખાડાઓમાં બાષ્પીભવન થઇ રહ્યું છે.સ્માર્ટ કહેવાતા શાસકો અને સ્માર્ટ અધિકારીઓએ વડોદરાને ખાડોદરા બનાવી મૂક્યું છે.ચોમાસુ આવે એટલે રોડ પર ભૂવાઓ અને ખાડાઓ ધુણવા લાગે! રોડ કોન્ટ્રાક્ટરો સાથેની ભાગ બટાઇમાં વડોદરાના ભાગે આવે છે આવા ખાડાઓ જ? ખાડાઓનું શહેર બની રહેલા વડોદરામાં વધુ એક ખાડો આપનું સ્વાગત કરી રહ્યો છે.વડોદરાના નિઝામપુરા રોડ રોડ પર ભુવો પડતા લોકોને અવરજવરમાં તકલીફ.
જો ભુવો ભરાવે નહીં તો મોટી દુર્ઘટના બનવાની સંભાવના પૂરેપૂરી છે.

