મુળી તાલુકાનાં ગઢડા ગામે ગતવર્ષે ભુગર્ભ ગટરકામનું કામ ગ્રામપંચાયત સરપંચ અને તલાટીની દેખરેખ હેઠળ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે જ અધુરા કામો કરેલ જે તે સમયે ભ્રષ્ટાચાર બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી હતી. જેની તપાસ ચોટીલા તાલુકા વિકાસ અધિકારીને સોપવામાં આવી હતી. પરંતુ કોઈપણ પ્રકારની આગળની તપાસ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે હાલ વરસાદનાં પાણી આ અધુરા ગટરકામ થી સમગ્ર ગામમાં ફરી વળતા રોગચાળો ફેલાય તેવી દહેશત ગામલોકો વ્યક્ત કરી રહ્યા છે.
આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીને પણ લેખિતમાં રજુઆત કરવામાં આવી છે ગામલોકોએ આક્ષેપ લગાવતાં જણાવ્યું હતું કે આ ભુગર્ભ ગટરકામમાં ભ્રષ્ટાચાર કરનાર ગઢડા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી છે તેમની સામે કોઈ તપાસ કેમ થતી નથી. ગામજનોએ એક વિડીયો વાયરલ કરી તંત્ર સામે સણસણતા સવાલોનો મારો ચલાવ્યો હતો.જો આ ગંદકી દુર કરવામાં નહીં આવે તો સમગ્ર ગઢડા ગામને રોગચાળાનાં ભરડામાં આવી જશે. તેવું કીશોરભાઈ સોળમીયા દ્વારા જણાવાયુ હતું.
ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

