33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ગીર - ગઢડાગીર સોમનાથ જિલ્લો

કોડીનારનાં ઘાંટવડ ગામ માં જંગલી જાનવરો નાં ત્રાસે 20 વીઘા ની શેરડી નાં ઊભા પાક ને ધમરોળી નાખ્યું

જંગલી જાનવરો નાં ત્રાસ થી ખેડૂતો ને ધોળાં દિવસે નુકશાન વેઠવાના દિવસો આવ્યા…

રોઝ અને જંગલી ભુંડ નાં ત્રાસ થી ખેડૂતો ની મહેનત ઉપર પાણી ફરી વળ્યુ


કોડીનાર નાં ઘાંટવડ માં જંગલી જાનવર નાં ત્રાસ થી લોકો પાયમાલ બની રહ્યા છે એકલ અને ભુંડ નાં ત્રાસથી 50 વીઘાથી વધારે જમીનમાં વાવેતર કરી શકાતું નથી પાકોમાં નુકસાન કરતા એકલ તેમજ રોઝ તથા ભૂંડથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા ઘાંટવડ ગામ માં જંગલી જાનવરો જેવા કે ભૂંડ અને રોઝ નો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે ચોમાસું સીઝન તેમજ રવિ સીઝનમાં ખેડૂતોએ કમરતોડ મહેનત કરી વાવેલા મખમલ પાકને રોઝ અને ભૂંડ સફાચટ કરી નાખતા ખેડૂતોની હાલત કફોડી બની છે

આ આફતથી પાકને બચાવવા ખેડૂતો રાત્રીના ઉજાગરા કરવા મજબુર બન્યાં છે જંગલી જાનવરો પાકનો બગાડ કરી રહ્યા છે કોડીનાર તાલુકાના તાલુકાના ઘાંટવડ ગામની જામવાળા રોડ ઉપર ગાયત્રી મંદિર સીમમાં રોઝ નીલગાય ભૂંડ અને એકલ જેવા જંગલી જાનવરોનો ભયંકર ત્રાસ હોવાથી ખેડૂતો ને આજુ બાજુ વિસ્તાર માં 50 વીઘાથી વધારે જમીનમાં શેરડી નું વાવેતર કરવાનું ટાળી રહ્યાં છે ધરતી પુત્રો જંગલી રોઝ અને ભૂંડથી પોતાના પાકને બચાવા ખેતર વચ્ચે ચાલુ વરસાદે રાત્રી રોકાણ કરી પાકનુ રક્ષણ કરી રહ્યાં છે. ઉભા પાકમાં જંગલી જાનવરો પાકનો બગાડ કરતાં હોવાથી ધરતી પુત્રોને ખેતરોમા 24 કલાક રોકાવાની ફરજ પડી રહી છે

આ જંગલી જાનવર ને અહીંયા થી જંગલ બાજુ ખસેડવા વિનંતી કરી હતી નહિતર ખેડૂતો ને મરવા નો વારો આવશે આજે પાક ને નુકસાન કરવામાં આવે છે તો કાલે કોઈ ખેડૂતો પણ જીવ લઈ શકે છે થોડાં સમય પહેલાં ઘાંટવડ માં એક ખેડુત ઉપર ભૂડ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો તો પણ તંત્ર નાં પેટ માં પાણી હલતું નથી

પરાગ સંગતાણી, ગીર-સોમનાથ

Related posts

દેશ ભરમાં તાજેતરમાં તિરુપતી બાલાજી મંદિર પ્રસાદ મામલે વિવાદ સર્જાયો છે ત્યારે સોમનાથ મંદિરે કઈ રીતે પ્રસાદ વ્યવસ્થા થાય છે જુવો

admin

ઉનાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડએ લોકોની રજુઆત ધ્યાનમાં લઈ રેલવેના નાળાની મુલાકાત લીધી

admin

‘ઓપરેશન સિંદૂર’માં સેનાના શૌર્યને બિરદાવવા માટે ગીર સોમનાથ જીલ્લાના ઉના ખાતે તિરંગા યાત્રા યોજાઈ

admin

Leave a Comment