33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ગીર સોમનાથ જિલ્લો

દેશ ભરમાં તાજેતરમાં તિરુપતી બાલાજી મંદિર પ્રસાદ મામલે વિવાદ સર્જાયો છે ત્યારે સોમનાથ મંદિરે કઈ રીતે પ્રસાદ વ્યવસ્થા થાય છે જુવો

દેશ ભરમાં તાજેતરમાં તિરુપતી બાલાજી મંદિર પ્રસાદ મામલે વિવાદ સર્જાયો છે ત્યારે લોકોમાં અનેક પ્રશ્નો ઉદભવ્યા છે ત્યારે સોમનાથ મંદિરે કઈ રીતે પ્રસાદ વ્યવસ્થા થાય છે તે અંગે અમારી ટીમે સુધા પ્રસાદ ગૃહની મુલાકાત લીધી અને કંઈ રીતે પ્રસાદ તૈયાર થઈ યાત્રિકો સુધી પહોંચે છે તે જાણવાનો પ્રયાસ કર્યો.

તાજેતરમાં વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરે પ્રસાદ મામલે વિવાદ સર્જાયો છે જેને પગલે સમગ્ર દેશમાં મંદિરોમાં જતા યાત્રિકો અને દર્શનાર્થીઓના મનમાં અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે ત્યારે પ્રસાદ કંઈ રીતે બને છે , કઈ રીતે પેકિંગ થાય છે અને તે ખાવા લાયક છે કે કેમ તેવા પ્રશ્નો સામાન્ય રીતે યાત્રિકોને મૂંઝવે છે જેને લઇને આજરોજ અમારી ટીમ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે પહોંચી હતી અને ત્યાં ક્યાં ક્યાં પ્રસાદ મળે છે અને તે કંઈ રીતે તૈયાર થઈ યાત્રિકો સુધી પહોંચે છે તે જાણવાના પ્રયાસો કર્યા.

સોમનાથના જનરલ મેનેજરના કહેવા મુજબ હાલ કુલ ચાર પ્રકારના પ્રસાદ તૈયાર થાય છે જેમાં ચૂરમા લાડુ, મગજ લાડુ, માવા ચીક્કી અને મોહનથાળ.જેમાં લાડુ છે તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જાતેજ તૈયાર કરવામાં આવે છે.જેમાં શુદ્ધતાની સાથે સાથે સ્વાસ્થ્ય પર પણ ખાસ્સો એવો ધ્યાન આપવામાં આવે છે અને જરૂરી સર્ટિફિકેટ પણ ટ્રસ્ટ પાસે છે.ઉપરાંત ફર્સ્ટ ઈન ફર્સ્ટ આઉટ સિસ્ટમ મુજબ પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે.શ્રદ્ધાળુઓને સહેલાઈથી પ્રસાદ મળી રહે તે માટે મંદિર પરિસરની અંદર અને બહાર પ્રસાદઘર બનાવવામાં આવ્યા છે.જ્યાંથી શ્રદ્ધાળુ સરળતાથી પ્રસાદ મેળવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, દાયકાઓ પહેલાં ચૂરમાં ના લાડુનો પ્રસાદ તૈયાર કરવામાં આવતો હતો પરંતુ મંદિરની લોકપ્રિયતા વધત અને યાત્રાળુઓનો ઘસારો વધતા હવે અલગ અલગ પ્રકારના પ્રસાદ તૈયાર કરવામાં આવે છે.

પરાગ સંગતાણી, ગીર સોમનાથ

Related posts

દેલવાડામાં વરુણદેવને રીઝવવા વેપારીઓએ મંદિરમાં ધ્વજા ચઢાવી પ્રાર્થના કરી…

admin

પૂર્વ ધારાસભ્ય રાજશીભાઇ જોટવાના આદ્રી ગામે ડાયરામાં પૈસાનો વરસાદ

admin

ગીર સોમનાથ ના કોડીનાર મા વિશાળ રેલી યોજાય

admin

Leave a Comment