36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપમાં બળવો,બળવાખોર જૂથની થઇ હાર ભાજપે જે મેન્ડેટ આપ્યા હતા તેની વિરુદ્ધમાં ચૂંટણી લડનારો સામે શિસ્ત ભંગના પગલાં ભરશે

નસવાડી ખરીદ વેચાણ સંઘના 17 વર્ષથી પ્રમુખનો હોદ્દો સંભાળતા હતા. તેઓ બળવાખોર થઇ હાર નસવાડી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી 17 વર્ષ પછી યોજાઈ. ભાજપ શિસ્ત ભંગની વાત કરતા ઉશ્કેરાયેલા માજી પ્રમુખે મહેશભાઈ પટેલે ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા. અને મેન્ડેટ વાળી સિસ્ટમ સહકારી વિભાગોમાં આવતી જ નથી. તેવી ટિપ્પણી પણ કરી હતી. નસવાડી ખાતે એપીએમસીમાં નસવાડી તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં 5 બેઠક માટે 8 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. નસવાડી મામલતદાર કચેરી દ્વારા નસવાડીના એપીએમસી ખાતે મતદાન મથક બનાવામાં આવ્યું હતું અને જેમાં એક મતદારે 5 મત આપવાના હતા આમ 9 મતદારોએ મતદાન કર્યું હતું જયારે ભાજપ દ્વારા એક પેનલ ઉતારવામાં આવી હતી અને મામલતદારની અધ્યક્ષતામાં મતગણતરી મતદાન બાદ કરવામાં આવી હતી અને જેમાં 5 ઉમેદવારો ભાજપની પેનલના વિજેતા થયા હતા જયારે ભાજપ પેનલની વિરુદ્ધમાં એક જૂથ ઉમેદવારી કરતા હાર થઇ હતી જયારે તેઓ જૂથ વર્ષો થી સાશનમાં હતું ભાજપની પેનલ વિજેતા થતા ઉમેદવારોને હાર પહેરાવી શુભેછાઓ આપવામાં આવી હતી.

Related posts

નસવાડીમાં મધ્યપ્રદેશથી આવતા ડમ્પર ચાલકોનો આતંક : રાત્રિના સમયે જોખમી ડ્રાઇવિંગથી સ્થાનિકોમાં ફફડાટ

admin

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તૂરખેડા ગામે બે ફળીયાના 300 જેટલા લોકોને રસ્તાથી વંચિત રાખવામાં આવ્યા

admin

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે આવેલ શિહોદ બ્રિજ તુટી ગયો

admin

Leave a Comment