સુખી ડેમનું પાણી છોડાતા બ્રિજના પાયા બેસ્યા છે. નેશનલ હાઇવે ૫૬ પરનું બ્રિજને મોટું નુકશાન થવા પામ્યું છે. બ્રિજ તૂટી જતાં તંત્ર દ્વારા રસ્તો બંધ કરાયો.
ગત વર્ષે ક્ષતીગ્રસ્ત આ બ્રિજ થયો હતો. આ વર્ષે વધુ બ્રિજ તૂટ્યો છે. ફોર વ્હીલ , બાઇક સાથે નાના વાહનો આ બ્રિજ ઉપર ચાલતા હતા. બે દિવસ પૂર્વે બ્રિજ પાસે બનાવાયેલ ડાયવર્ઝન પણ ધોવાયું હતું. અને હાલતો તંત્ર દ્વારા રસ્તો બંધ કરી દેવાતા લોકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

