રવિ કૃષિ મહોત્સવ 2024 અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડતુલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુથી બે દિવસ રવિ કૃષિ મેળાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવેલ છે. જેમાં આજરોજ રવિ કૃષિ મેળો પાવીજેતપુર તાલુકા પંચાયત કચેરી ખાતે 138 વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની સાથે માજી ધારાસભ્ય વેચાતભાઇ, જિલ્લા સંગઠન પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, પ્રદેશ ઉપાધ્યક્ષ મુકેશભાઈ રાઠવા,જિલ્લા સિંચાઈ સમિતિના ચેરમેન નયનાબેન રાઠવા, મહામંત્રી ગોવિંદભાઈ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ રાઠવા , સરપંચો આગેવાનો ગ્રામજનો અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
મોહસીન સુરતી છોટાઉદેપુર

