40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પાંચ વર્ષથી નાસતો ફરતો જીલ્લા બહારનો પ્રોહીબીશનના ગુનાના કામના આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ…

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સુચના આપેલ………

જે અન્વયે એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે વખતે બાતમી હકીકત મળેલ કે, રંગપુર પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.૨.નં.૧૧૧૮૪૦૦૮૨૦૦૩૫૯/૨૦૨૦ પ્રોહી.એક્ટ કલમ.૬૫(એ.ઈ),૯૮(૨), ૮૧,૮૩ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી બોડેલી અલીપુરા ચોકડી પાસે ઉભેલ છે અને પાવગઢ દર્શન કરવા સારૂ જવાનો હોય તેવી બાતમી હકિકત આધારે બોડેલી અલીપુરા ચોકડી પાસે જતા બાતમી હકીકતમાં જણાવ્યા મુજબના વર્ણનવાળો માણસ મળી આવતા તેને કોર્ડન કરી પકડી પાડી તેનું નામ-ઠામ પુછતા તેણે પોતાનું નામ પ્રવીણભાઈ દલસુખભાઈ પંચાલ ઉ.વ.૬૨ રહે.એ-૨૯ સ્વસ્તીક સોસાયટી, કામરેજ ચાર રસ્તા, પોસ્ટ.નવાગામ, તા.કામરેજ, જી.સુરત નાનો હોવાનું જણાવેલ. સદરી પકડાયેલ ઇસમને ગુના બાબતે પુછપરછ કરતા હકીકત જણાવેલ કે, આજથી આશરે પાંચેક વર્ષ પહેલા છોટાઉદેપુર જીલ્લામાં પ્રોહીબીશનના ગુનામાં મારૂ નામ ખુલેલ ત્યારથી પોલીસ તેને પકડી જશે તે બીકથી આજદીન સુધી નાસતો ફરતો હોવાની હકિકત જણાવી ગુનાનો એકરાર કરતો હોય જે અંગે શરીર સ્થિતીનું પંચનામું કરી તેના વિરુધ્ધ BNSS-૨૦૨૩ ની કલમ ૩૫ (૧) જે મુજબ અટકાયત કરેલ છે.

Related posts

આંતરરાજય વાહનચોરીના ગુનાનો પોકેટકોપ ઇ-ગુજકોપ એપ્લીકેશનની મદદથી ભેદ શોધી કાઢી ચોરાયેલ ફોરવ્હીલ ગાડી રીકવર કરી આરોપીને ઝડપી પાડતી રંગપુર પોલીસ.

admin

જેતપુર પાવી તાલુકાના ચૂલી ગામે યોજાનાર સમુહલગ્ન મહોત્સવ બાબતે આયોજન માટેની બેઠક યોજાઇ

admin

છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના પગલે જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજતા પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમાર

admin

Leave a Comment