ઈકો યુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશીયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા સૌ પ્રથમ વાર સમુહલગ્ન મહોત્સવ નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને લઈને ઠેરઠેર સામુદાયિક બેઠકો યોજી સમાજના દરેક વર્ગને અને દરેક વિસ્તાર ને જોડવા માટે છોટાઉદેપુર જિલ્લામાં ઈકો યુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશીયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા ઠેરઠેર પ્રચાર પ્રસાર માટે ની બેઠકો યોજવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે પાવીજેતપુર તાલુકાના ચૂલી ગામે બેઠક યોજાઇ હતી. જેમાં ૩૦૦ થી વધુ સામાજિક કાર્યકરો એકત્ર થઇ ને સમુહલગ્ન મહોત્સવની ઉજવણી અંતર્ગત તૈયારીઓ બાબતે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી. જેમાં ઈકો યુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશીયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર ના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા, નિરંજનભાઈ રાઠવા તથા વાલસિંગભાઈ રાઠવા ઉપસ્થિત રહી હાલના સમયમાં એક એક લગ્ન પ્રસંગમાં થતા ખર્ચાઓ આર્થિક રીતે નુકસાન, સમય વેડફાટ થકી માનવ કલાકોનો બગાડ સહિત ની ચર્ચા કરી હતી. અને સમુહલગ્ન મહોત્સવ થકી ઓછા ખર્ચે અને ઓછા સમયમાં સમાજના રિત રિવાજ મુજબ લગ્નગ્રંથિથી જોડાઈ વૈવાહિક જીવનમાં પ્રવેશ કરવા માટે નો એક અનેરો અવસર છે, જેમાં દરેક વર્ગના લોકો જોડાય અને સહકાર સહયોગ આપે તેમ જણાવ્યું હતું.
મોહસીન સુરતી, છોટાઉદેપુર

