36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર ખાતે શરુ કરાયેલ હોસ્ટેલની મુલાકાત લેતા કવાંટ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ

જય જવાન સૈનિક ફાઉન્ડેશન અને ઈકો યુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશીયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છોટાઉદેપુર ખાતે શરુ કરાયેલ હોસ્ટેલની મુલાકાત લેતા કવાંટ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ

છોટાઉદેપુર જિલ્લા સ્થળે જય જવાન સૈનિક ફાઉન્ડેશન અને ઈકો યુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશીયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા શરૂ કરવામાં આવેલ હોસ્ટેલ માં રહી સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેની તૈયારીઓ કરી રહેલા ૭૦ થી વધુ યુવાનો માટે કવાંટ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ પીન્ટુભાઇ રાઠવા એ મુલાકાત લીધી હતી. અને જરૂરી રાશન સામગ્રી આપવામાં આવી હતી.
આ પ્રસંગે જય જવાન સૈનિક ફાઉન્ડેશન તથા ઈકો યુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશીયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર ના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા તથા નિરંજનભાઈ રાઠવા, વાલસિંગભાઈ રાઠવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ગામડામાં થી આર્થિક સ્થિતિ સારી ન હોય તેવા યુવાનો માટે માટે શરું કરવામાં આવેલ આ સરાહનીય કાર્ય માં યથાશક્તિ યોગદાન આપવાનો મોકો મળ્યો અને યુવાનો સાથે ની ચર્ચા દરમિયાન યુવાનો માં અભ્યાસ પ્રત્યે નો લગાવ તથા ભણી ગણીને આગળ વધવા ની તત્પરતા જોઈ ખુબ આનંદ થયો અને યુવાનો ને ભણી ગણીને ખુબ આગળ વધે તથા ગામ/તાલુકા/જિલ્લા તથા કુટુંબ પરિવાર અને સમાજ નું ગૌરવ વધારે તેવી શુભેચ્છા સાથે હજુ પણ જરૂરી જણાય તે પ્રકારે મદદરૂપ થવા ખાતરી આપી યુવાનો ને પ્રોત્સાહિત કરવા માં આવ્યા હતા.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

કોંગ્રેસના કાર્યકરોએ સહી ઝુંબેશનો કાર્યક્રમની કામગીરી યુદ્ધના ધોરણે શરુ કરી

admin

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના રૂમડીયા ગામે એપ્રોચ રિસર ફેસિંગ રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે

admin

છોટાઉદેપુર જિલ્લાના મોડેલ રેસીડેન્સી સ્કૂલના બાળકોએ વોમિટીંગ અને પેટમાં દુખાવાની ફરિયાદ કરતા 60થી વઘુ બાળકોને હોસ્પિટલ ખસેડાયા છે. હાલ પ્રાથમિક તપાસમાં ફૂડ પોઇઝનીગની અસર થઈ હોય તેવું લાગી રહ્યું છે.

admin

Leave a Comment