નસવાડી ખરીદ વેચાણ સંઘના 17 વર્ષથી પ્રમુખનો હોદ્દો સંભાળતા હતા. તેઓ બળવાખોર થઇ હાર નસવાડી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી 17 વર્ષ પછી યોજાઈ. ભાજપ શિસ્ત ભંગની વાત કરતા ઉશ્કેરાયેલા માજી પ્રમુખે મહેશભાઈ પટેલે ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા. અને મેન્ડેટ વાળી સિસ્ટમ સહકારી વિભાગોમાં આવતી જ નથી. તેવી ટિપ્પણી પણ કરી હતી. નસવાડી ખાતે એપીએમસીમાં નસવાડી તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં 5 બેઠક માટે 8 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. નસવાડી મામલતદાર કચેરી દ્વારા નસવાડીના એપીએમસી ખાતે મતદાન મથક બનાવામાં આવ્યું હતું અને જેમાં એક મતદારે 5 મત આપવાના હતા આમ 9 મતદારોએ મતદાન કર્યું હતું જયારે ભાજપ દ્વારા એક પેનલ ઉતારવામાં આવી હતી અને મામલતદારની અધ્યક્ષતામાં મતગણતરી મતદાન બાદ કરવામાં આવી હતી અને જેમાં 5 ઉમેદવારો ભાજપની પેનલના વિજેતા થયા હતા જયારે ભાજપ પેનલની વિરુદ્ધમાં એક જૂથ ઉમેદવારી કરતા હાર થઇ હતી જયારે તેઓ જૂથ વર્ષો થી સાશનમાં હતું ભાજપની પેનલ વિજેતા થતા ઉમેદવારોને હાર પહેરાવી શુભેછાઓ આપવામાં આવી હતી.

