વડોદરા જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા મળી હતી. સભામાં વિદ્યાર્થીનીઓને સરકાર દ્વારા સરસ્વતી સહાય યોજના અંતર્ગત શાળા પ્રવેશોત્સવ દરમિયાન આપવામાં આવે છે. પરંતુ અંધેર વહીવટના કારણે આપવામાં આવી નથી. અને અન્ય યોજના અંતર્ગત લાવવામાં આવેલી ભંગાર થઇ ગયેલી સાઇકલોની હરાજી રાખવામાં આવી છે. તેવા વિપક્ષી સભ્યોએ સવાલ ઉઠાવતા સભા તોફાની બની હતી. સભામાં ગેટ આઉટ, શટ અપ જેવા અશોભનીય શબ્દોનો પણ ઉપયોગ થતાં સભા હોલમાં સન્નાટો છવાયો હતો. સભ્યો ઉગ્ર બનતા ડીડીઓએ દરમિયાનગીરી કરી સભ્યોને શાંત કર્યા હતા.
previous post

