36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં દશામાં તળાવ પાસેનું દબાણ દૂર કરાયું

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં દશામાં તળાવ પાસેનું દબાણ દૂર કરાયું; દબાણ શાખા અને સ્થાનિકો વચ્ચે તણાવ

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં દશામાં તળાવની પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડની જમીન પર કરવામાં આવેલા દબાણને આજે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાએ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન સ્થળ પર તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી.

દબાણ શાખાની ટીમ જ્યારે કાર્યવાહી કરવા પહોંચી ત્યારે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો, કારણ કે દબાણ અગાઉ નોટિસ આપવામાં ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આને પગલે બંને પક્ષ વચ્ચે બોલાચાલી અને ગેરસમજના દ્રશ્યો સર્જાયા.

કાર્યवाही દરમિયાન દબાણ શાખા સાથે ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, MGVCLની ટીમ તથા ફાયર બ્રિગેડ પણ હાજર રહી સુરક્ષિત અને વ્યવસ્થિત કામગીરી સુનિશ્ચિત કરી હતી.

આ અભિયાન હેઠળ લગભગ 200થી વધુ ઝૂંપડા અને કાચા-પાકા મકાનો દૂર કરવામાં આવ્યા હતા.

ઘટનાને લઈને સ્થાનિકોમાં અસંતોષ જોવા મળ્યો છે, જ્યારે તંત્ર તરફથી દબાણ દૂર કરવાની કામગીરી યથાવત રાખવામાં આવી

Related posts

ગોલ્ડન ચોકડી પાસેથી વિદેશી શરાબના જથ્થા ભરેલી ઇકો ગાડી સાથે એક ઇસમ ઝડપાયો

admin

મરચાંના કટ્ટાની આડ માં દારૂની હેરાફેરી કરતા આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલમા મોકલી આપતી વડોદરા શહેર પોલીસ.

admin

સાવલી પોલીસને મોટી સફળતા, સગીરાના અપહરણના આરોપીને ઝડપી પાડ્યો

admin

Leave a Comment