પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજય ગાંધીનગર તથા પોલીસ મહાનિરીક્ષકશ્રી વડોદરા વિભાગ, વડોદરા નાઓ દવારા જીલ્લામા બનતા સાયબર ફ્રોડ વિશે સામાન્ય જનમાણસમા જાગૃતી આવે અને આવા બનાવોમા લોકો છેતરાય નહી તે માટે લોકોને આવા બનાવો વિશે માહીતગાર કરવા સમયાંતરે કાર્યક્રમો યોજવા તથા દૈનીક સમાચાર પત્રોના માધ્યમથી સાયબર ફ્રોડથી કઈ રીતે બચી શકાય અને સાયબર ક્રાઈમના ભોગ બનનારે શુ કરવુ જોઈશે તે માટે પ્રેસ મીટીંગ યોજવા સુચના કરેલ. જે સુચના અનુસાર આજરોજ શ્રી બી.એચ.ચાવડા ઇન્ચાર્જ પોલીસ અધીક્ષક, વડોદરા ગ્રામ્ય,વડોદરા નાઓ દવારા વડોદરા શહેર / જીલ્લાના પ્રેસ મીડીયાના મિત્રોને પોતાની કચેરીએ આમંત્રિત કરી, સાયબર ફ્રોડથી કઇ રીતે બચાવ કરી શકાય અને સાયબર ફ્રોડનો ભોગ બનનાર કઇ રીતે હેલ્પ લાઇન ૧૯૩૦ નો ઉપયોગ કરી પોતાના નાણા પરત મેળવી શકે છે તેની સંપુર્ણ વિગત આપેલ અને હાલમા જે પ્રકારના સાયબર ફ્રોડ બનતા હોય છે તેની તેમજ તેનાથી બચવાના ઉપાયો અંગે વિગતવારની માહિતી પ્રેસ માધ્યમથી આપી.
તેમજ પોલીસે એકાઉન્ટ ફ્રિઝ કરવા અંગેની તેમની પોલિસીમાં પણ સુધારો કર્યો છે. નવી પોલિસી અસરકાર રીતે ગુના નિવારણ અને નિર્દોષ પક્ષો પણ નાણાંકીય બોજો ઘટાડવા વચ્ચે સંતુલન જાળવવા માટેનુ એક મહત્વપુર્ણ પ્રથમ પગલુ છે, જે કુલ રકમને બદલે ખાતાના એ ભાગને ફ્રિઝ કરે છે જે છેતરપિંડીથી અસરગ્રસ્ત હોય. હવે આખા એકાઉન્ટને બદલે માત્ર છેતરપિંડી સાથે સંકળાયેલી ચોકકસ રકમનેજ ફ્રિઝ કરાશે. આ ફેરફારનો હેતુ મધ્યમ-વર્ગની વ્યકતિઓ તથા વેપાર ધંધા સાથે સંકળાયેલા પ્રામાણીક નાગરીકો પરના નાણાકીય તણાવને ઘટાડવાનો છે. જેઓ આખું બેંક ખાતુ લોક થઇ જવાના કારણે મોટી મુશ્કેલીનો સામનો કરે છે.

