40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

નારી વંદના ઉત્સવનો ૪ દિવસ“મહિલા નેતૃત્વ દિવસ”

તાલુકા પ્રમુખ કલ્પનાબેન રાઠવાની અધ્યક્ષતામાં “મહિલા નેતૃત્વ દિવસ”ની ઉજવણી

જિલ્લા તાલુકા પ્રમુખ કલ્પનાબેન રાઠવાના અધ્યક્ષતામાં “મહિલા નેતૃત્વ દિવસ”ની ઉજવણી જિલ્લા પંચાયત હોલ કવાંટ રોડ છોટાઉદેપુર ખાતે કરવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્ર અને મહિલા અને બાળ અધિકારીની કચેરી, છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા “મહિલા નેતૃત્વ દિવસ” નિમિત્તે વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર મહિલાઓનુ સન્માન કરવામાં આવ્યુ હતુ.
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કિશોરીઓમાં નેતૃત્વના ગુણોનો વિકાસ થાય તેમજ પોતાના ગામના વિકાસમાં સક્રિય ભાગ લે તેવા ઉમદા હેતુથી “બાલિકા પંચાયત” નો નવતર પહેલ શરૂ કરેલ છે જેમાં જિલ્લાની કુલ ૩૫૧ગામોમાં બાલિકા પંચાયતની રચના થયેલ છે જે પૈકી પ્રતિક સમા કુલ ૫૨ ગામોની બાલિકા પંચાયત સરપંચ અને ગ્રામ પંચાયતની કુલ ૩ મહિલા સરપંચોનું સ્મૃતિ ચિન્હ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.પ્રાકૃતિક કૃષિ કરતા મહિલા પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું.વ્હાલી દિકરી યોજનાના ૯ લાભાર્થીઓને મંજૂરી હુકમ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મહિલા અને બાળ અધિકારીશ્રી હિનાબહેન સ્વાગત પ્રવચન કર્યુ હતું. આ ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોએ મહિલા નેનૃત્વ દિવસ ની ઉજવણીને અનૂરુપ સંબોધન કર્યું હતું.માહિતી ખાતા દ્વારા પરંપરાગત નાટક રજૂ કરવામાં આવ્યુ હતું.
નારી વંદના ઉત્સવ મહિલા નેતૃત્વ દિવસ નિમિતે ડેપ્યુટી ડીડીઓશ્રી સેજલબહેન, નાયબ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ક્રિષ્ણાબહેન,શ્રમ અને રોજગારનાશ્રી અરવિંદભાઈ,પદાધિકારી,નાટકના કલાકારો,બાલિકા સરપંચ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

કલેકટર ગાર્ગી જૈનની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી

admin

આધાર કાર્ડ અપડેટ તથા રેશનકાર્ડનું KYC કરાવવા જાહેર જનતાને પડતી મુશ્કેલી બાબતે તાલુકા કોંગ્રેસ સમિતિ જેતપુર પાવી દ્રારા મામલતદારશ્રીને આવેદન પત્ર

admin

ડાંગરના કટાની આડમાં દારૂની હેરફેર કરતા એક ઈસમને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાંચ

admin

Leave a Comment